હત્યા:વાડજમાં ઘર કંકાસથી ત્રાસી પતિએ પત્નીની હત્યા કરી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પત્ની રોજેરોજ પિયર જવા જીદ કરતી હતી
  • 3 માસ પહેલાં પતિ-પત્નીએ બીજા લગ્ન કર્યા હતા

પિયર જવાની પત્નીની જીદ અને રોજેરોજના ઘર કંકાસથી તંગ આવેલા પતિએ પત્નીને કપાળમાં પંખાની મોટરના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મૃતક મહિલાને અગાઉના પતિ સાથે જ્યારે હત્યારા પતિને પત્ની સાથે મનમેળ નહીં રહેતા તેમણે છૂટાછેડા લઇ, 3 મહિના પહેલાં જ આ બંનેએ લગ્ન કર્યા હતા. ગૌરીના ભાઈ કૌશિક પરમારે વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગૌતમની ધરપકડ કરી હતી.

વાડજ પીઆઈ વી.આર.ચાવડા એ જણાવ્યું હતું કે, ગૌરીના પહેલાં લગ્ન બનાસકાંઠાના લાલાવાડા ગામે મહેશ પરમાર સાથે હતા. પરંતુ બંને વચ્ચે મનમેળ નહીં રહેતા છૂટાછેડા લીધા હતા, જ્યારે ગૌતમને પણ તેની પહેલી પત્ની સાથે મનમેળ નહીં રહેતા તેણે છૂટા છેડા લીધા હતા. ગૌતમ અને ગૌરી બંનેએ 3 માસ પહેલાં જ લગ્ન કર્યા હતા. ગૌરી અને ગૌતમ વચ્ચે નાની નાની બાબતે કંકાસ થતો હતો. કેટલાક દિવસથી ગૌરી પિયર જવાની જીદ કરતી હતી, પરંતુ કોરોનાની પરિસ્થિતિને કારણે ગૌતમે થોડા દિવસ રોકાઈ જવા કહ્યું હતું. તેમ છતાં ગૌરી પિયર જવાની જીદ કરતી હોવાથી બંને વચ્ચે ઝગડો થતા ગુસ્સે થયેલા ગૌતમે ગૌરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ઘરેથી ભાગી પતિ પોલીસ સમક્ષ હાજર થયો હતો
ગૌતમે ગૌરીને કપાળના ભાગે પંખાની મોટરના ફટકા મારતા ગૌરી લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી. જેથી ગૌતમે ત્યાંથી ભાગીને સીધો જ વાડજ પોલીસ સ્ટેશને હાજર થઇ પોતે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...