• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Husband Killed 4 Including Wife As Wife Was In Love With Someone, 4 Detained Based On Call Details, Accused Suspected To Be Hiding In Maharashtra

પ્રેમપ્રકરણે હત્યાકાંડ સર્જ્યો?:પરિણીતા કોઈના પ્રેમમાં હોવાથી પતિએ પત્ની સહિત 4નો ભોગ લીધો, કોલ-ડિટેલ્સ આધારે 4ની અટકાયત, આરોપી મહારાષ્ટ્રમાં છુપાયો હોવાની શંકા

અમદાવાદ3 મહિનો પહેલા
  • પોલીસે અટકાયત કરેલા ચાર શંકાસ્પદ શખસોની પૂછપરછ શરૂ કરી
  • પોલીસ ટૂંક સમયમાં આરોપીને દબોચી લે એવી શક્યતા

શહેરના વિરાટનગરમાં એક જ પરીવારના ચાર સભ્યોની કરપીણ હત્યા કરવામાં આવી છે. આ હત્યામાં પોલીસે અલગ અલગ કોલ ડિટેલ્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સથી પ્રાથમિક તપાસમાં તારણો કાઢ્યા છે. પોલીસ માની રહી છે કે, એક પ્રેમ પ્રકરણના કારણે સંપૂર્ણ હત્યા કાંડ સર્જાયો હોવાની વાત બહાર આવી છે. તેવામાં મૃતક પરિણીતા કોઇના પ્રેમમાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેના કારણે પતિએ તેની પત્ની, પત્નીની નાની અને બે સંતાનનો ભોગ લીધો છે. આમ કોલ ડિટેલ્સ આધારે પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી છે અને અમુક ટીમો તેને અલગ અલગ રાખી પુછપરછ કરી રહ્યા છે. તેવામાં મહારાષ્ટ્ર તરફ વિનોદ હોવાનુ અનુમના હોવાથી બે ટીમો તે તરફ પહોચી છે. પોલીસ હજુ પણ આ કેસમાં હત્યા અંગેનુ રહસ્ય સ્પષ્ટ પણે ખોલી શકી ન હોવાનું નકારી શકાય તેમ નથી. જોકે પોલીસ ટૂંક સમયમાં આરોપીને દબોચી લે તેવી શક્યતા છે.

વિનોદે કેવી રીતે ઠંડા કલેજે એક-એક સભ્યોની હત્યા કરી
શહેરના ઓઢવ વિરાટનગર વિસ્તારમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના મકાન નંબર 30માં એક પરીવારના 4 સભ્યોની લાશ મળી હતી. લાશની તપાસ કરતા પ્રાથમિક તપાસમાં તેમને છરીના ઘા મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતુ. જોકે મોડી રાત્રે અમુક તપાસ ન થતાં બુધવાર સવારથી જ એફએસએલની ટીમો અને ટેકનિકલ એનાલીસીસની ટીમો આ કેસની તપાસમાં જોડાઇ ગઇ હતી. મૃતક સોનલ, દિકોર ગણેશ, દિકરી પ્રગતિ અને પત્નીની નાની સુભદ્રાબેનની હત્યામાં વિનોદ સાથે અન્ય કોઇ હતુ કે, કેમ તે માટે પોલીસે ઘરમાંથી ફિંગરપ્રિન્ટ પણ મેળવ્યા છે. એકલા વિનોદે કેવી રીતે ઠંડા કલેજે એક એક સભ્યોની હત્યા કરી હતી.

હત્યા કરવા માટે જ ઘર બદલ્યું હોવાનું અનુમાન
કેમ કે ચારેને એકસાથે માર્યા હોત તો ઝપાઝપી કે અન્ય તોડફોડ થઈ રૂમમાં થઈ હોત, પરંતુ એફએસએલની તપાસમાં તેવું કંઇ ધ્યાને આવ્યું નથી. તેના કારણે સ્પષ્ટ થયું છે કે વિનોદે તમામને કંઇ કેફી પીણું પીવડાવી કે પછી સૂઇ ગયા બાદ હત્યા કરી હશે અને તેની સાથે કોઇ અન્ય હત્યારો જોડાયેલો છે કે કેમ એ અંગે પણ પોલીસે ઊંડાણપૂ્ર્વક તપાસ હાથ ધરી છે. વિનોદ મહારાષ્ટ્રના સાંગલી તરફ ગયો હોવાનું બહાર આવ્યું હતું ત્યાર બાદ તે ત્યાથી ક્યા ગયો તે દિશામાં તપાસ હાથ ધરાઇ છે. સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તે દિશામાં જ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ. હત્યા કરવા માટે જ ઘર બદલ્યું અને જમણવાર રાખ્યો હોવાનું પણ અનુમાન પોલીસ લગાવી રહી છે. ત્યારે વિનોદને મકાનની લાલચ હતી કે નહી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

કોલ-ડિટેલ્સ આધારે 4 શખસની અટકાયત
પોલીસની પ્રાથમિક તપાસ અને ટેક્નિકલ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક સોનલ અન્ય લોકોના સંપર્કમાં હતી અને તે અન્ય કોઇને પ્રેમ કરતી હતી આમ તેને આ હત્યા કાંડ સાથે કોઇ લેવા દેવા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તેવામાં કોલ ડિટેલ્સ આધારે પોલીસે ચાર જેટલા શખ્સોની અટકાયત કરી છે. તેમની અલગ અલગ ટીમો સઘન પુછપરછ કરી રહી છે. આમ પ્રેમપ્રકરણમાં જ હત્યાકાંડ થયો હોવાનુ હાલ તો સ્પષ્ટ માની શકાય તેમ છે.

મૃતક પરિણીતાની માતાના પણ ગોળ ગોળ જવાબ
મૃતક સોનલની માતા કોલ કરતી હતી પરંતુ તે કોલ ઉઠાવતી ન હતી ત્યારે તેણે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘરે જઇ તાળુ તોડી તપાસ કરતા તેમાંથી સોનલ, તેની નાની અને બે સંતાનોની લાશ મળી હતી. તે કેસમાં પોલીસે સોનલની માતાની પુછપરછ હાથ ધરી હતી પરંતુ તે પોલીસને સાચા જવાબો ન આપતી હોવાનુ પોલીસ માની રહી છે. તેવામાં પોલીસ તેની સતત પુછપરછ કરતા તે ગોળ ગોળ જવાબ આપતી હોવાનું બહાર આવ્યું છે. મૃતક સોનલ અને તેના પરિવાર અંગે પણ સાસુ યોગ્ય જવાબ પોલીસને ન આપતા પોલીસ આરોપીથી થોડે દુર રહેતી અને આ કેસમાં રહસ્ય ખોલવામાં અટવાઇ રહી હોવાનું બહાર આવ્યું છે.

ચારે લાશનું પોલીસે ફોરેન્સિક પોસમોર્ટમ કરાવ્યું
ચારેની હત્યા કેવી રીતે અને ક્યા હથિયાર કે પછી કોઇ પીણું પીવડાવીને બાદમાં કરવામાં આવી છે તે સ્પષ્ટ થાય તે માટે પોલીસે ચારે મૃતકનું પીએમ ફોરેન્સીક પોસમોર્ટમ કરાવ્યું હતુ. પોલીસ આ કેસમાં નાની કડીઓ પણ તપાસ કરી રહી છે. તેવામાં ફોરેન્સિક પોસમોર્ટમ હોવાથી તેનો રિપોર્ટ પણ મોડો આવશે. તેમ પોલીસ રટણ કરી રહી છે. જોકે પ્રાથમિક રિપોર્ટ પણ પોલીસ છુપાવી રાખતા ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...