તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ ફરિયાદ:પ્રેમલગ્ન કરનારી યુવતીના ઘરે લોકો ઉઘરાણીએ આવતા ખબર પડી, પતિ જુગારી છે, પત્નીનો આઈફોન વેચી પૈસા જુગારમાં હારી ગયો

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

મણિનગરમાં રહેતી એક યુવતીએ યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ રોજ અલગ અલગ લોકો પૈસાની માગણી સાથે આવતા યુવતીને જાણ થઈ હતી કે તેનો પતિ જુગારિયો છે અને તેણે અત્યાર સુધીમાં કેટલાય પૈસા જુગાર પાછળ ખર્ચી નાખ્યા છે. જોકે પતિ, સાસરિયાએ દહેજની માગણી કરી ત્રાસ આપવાનું ચાલુ રાખતા કંટાળીને યુવતીએ પતિ તથા સાસરિયા વિરુદ્ધ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, લગ્ન બાદ પાંચ લાખ તેના પતિ અને સાસુને આપ્યા હતા.

આઈફોન વેચી પૈસા જુગારમાં હારી ગયો
પતિએ પત્ની નોકરી કરતી હોવાથી તેના નામે આઈફોન ખરીદ્યો હતો. આ ફોન ઘરમાં મળતો ન હતો તેથી તપાસ કરતા પત્નીને જાણવા મળ્યું હતું કે, તેના પતિએ તેના નામે લીધેલો આઈફોન પતિએ કોઈને વેચી તેના આવેલા પૈસા જુગારમાં હારી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો