તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

​​​​​​​વિકૃતિની હદ પાર કરી:પત્નીને કામસૂત્રનાં આસનો મુજબ શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરનારા પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી, વિરોધ કરતી તો માર મારતો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્ની વિરોધ કરતી તો પતિ માર મારતો, આખરે પત્ની પતિની હરકત અને સાસરિયાંના ત્રાસને કારણે પોલીસ પાસે પહોંચી

શહેરના રામોલ વિસ્તારમાં રહેતી પરિણીતાને તેનો પતિ ઉપભોગના સાધન તરીકે જોઈ કામસૂત્રના અલગ અલગ આસનો મુજબ શારીરિક સબંધ બાંધવા મજબૂર કરતો હોવાની હકીકત બહાર આવી છે. પત્નીએ આવા સબંધનો ઈન્કાર કરતા તેને પતિએ ઘરમાથી અડધી રાતે કાઢી મુકી હતી. આ અંગે મહિલા હેલ્પલાઈનનો સંપક કરી પરિણીતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

શરૂઆતમાં બન્ને અન્ય સામાન્ય પતિ-પત્નીની જેમ જ રહેતાં હતાં
રામોલમાં રહેતી એક મહિલાના લગ્ન એક વર્ષ પહેલાં થયાં હતાં. લગ્ન વખતે મહિલાને તેના પિયર તરફથી કાર, વોશિંગ મશીન, એસી વગેરે સાધનો ઉપરાંત 20 સુટકેશ ભરી કપડા અને રોકડ રૂ. 5 લાખ આપવામાં આવ્યા હતા. તેના સસરાએ મહિલાના પિતાને બોલાવીને ઠપકો આપ્યો હતો કે તમારી દીકરીને કોઈ કામ કરતા આવડતું નથી. ત્યારબાદ તો તેની સાસુ તથા કાકાસસરા અને બે નણંદો પણ તેને ઘરકામ બાબતે નાની વાતોમાં ભૂલો કાઢી મેણાટોણા મારતા હતા. જેમનુ ઉપરાણું લઈને પતિ મહિલા સાથે ઝઘડો કરતો હતો.

નેહા તમામ અત્યાચાર મૂંગા મોઢે સહન કરતી હતી
બીજી બાજુ પતિ તરફથી પ્રેમની આશા પણ ઠગારી નીવડવા લાગી જયારે તેનો પતિ તેના ચારિત્રય વિશે લોકોને ખરાબ વાતો કરવા લાગ્યો હતો. આ સંજોગોમાં પતિપત્ની રાત્રે બેડરૂમમાં હોય ત્યારે પતિ કામસૂત્રના આસનો પ્રમાણે અલગ અલગ પ્રકારથી શારીરિક સબંધો બાંધવાનુ કહેતો હતો.જેનો મહિલાએ ઈન્કાર કરતા તેની ઉપર જુલમ ગુજારવામાં આવતો હતો. દરમિયાન પતિને નોકરીમાં પ્રમોશન મળતા તેના પતિએ મહિલાને તેની સાથે બહારગામ આવવાનું કહ્યું હતું જેનો ઈન્કાર કરતા તેણે અલગ અલગ પ્રકારથી શારીરિક સબંધ બાંધવાની માંગણી કરી હતી. જેને પણ મહિલાએ ઠુકરાવતા ગુસ્સે થયેલા પતિએ તેને મધરાતે ઘરમાથી બહાર કાઢી મુકી હતી.

પત્નીને મંગળસૂત્ર પણ પહેરવા દેવાતું ન હતું
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેના પતિ દ્વારા તેને અલગ અલગ પ્રકારે શારીરિક સબંધ બાંધવાની માંગણી કરાતી હતી. જેનો ઈન્કાર કરતા તેના પર અત્યાચાર કરાતો હતો. ત્યાં સુધી કે મહિલાને મંગળસૂત્ર કે અન્ય દાગીના પણ સાસરિયાં પહેરવા આપતા નહતા. આ સંજોગોમાં તેણે મહિલા હેલ્પલાઈન 181 નો સંપર્ક સાધ્યો હતો. મહિલા પોલીસ કાઉન્સેલરો સમજાવટ કરવા છંતા મામલો ન ઉકેલતા અંતે મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં પતિ અને અન્ય સાસરિયા સામે દહેજ અને શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.

રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ સમગ્ર મામલે નેહાએ મહિલા હેલ્પલાઇન 181ને ફોન કરીને બોલાવતાં તેઓ તેને જ પોલીસ સ્ટેશન લઈ ગયાં હતાં. ત્યાં નેહાએ તેનાં પતિ અને સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે હાલ રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો