તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદનો વિચિત્ર કિસ્સો:પત્નીનો અકસ્માત થયા બાદ મોઢા અને નાક પર નિશાન રહી ગયા હોવાથી પતિએ ‘ઇજાગ્રસ્ત પત્ની નહીં ગમતી’ કહી ઘરેથી કાઢી મૂકી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોલા હાઈકોર્ટ પોલીસમાં પતિ અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી પત્નીને મોઢા અને નાક ઉપર રહેલા ઈજાના નિશાનના કારણે તું મને ગમતી નથી, મારે છુટા છેડા જોઈએ છે, તેવું કહીંને પતિએ ઘરમાંથી તગેડી મુકી હતી. પરિણિતાએ પતિ તેમજ સાસરીયા સામે સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સોલા ગામ વણકર વાસમાં રહેતા વર્ષાબહેનના લગ્ન ગાંધીનગરના ઝુંડાલના રહેવાસી શૈલેષકુમાર કાંતિભાઈ પરમાર સાથે થયા હતા. સાસરી પક્ષના સભ્યો દહેજ તેમજ ઘર કામ બાબતે વર્ષાબહેને ત્રાસ આપતા હતા.

ત્રાસના પગલે વર્ષાબહેન અને શૈલેષકુમાર ચાંદખેડામાં જુદા રહેવા આવી ગયા હતા. વર્ષાબહેનનું અકસ્માત થતાં સારવારમાં મોઢા અને નાક ઉપર ઈજાના નિશાન રહી ગયા હતા. તે નિશાન જોઈને શૈલેષકુમારે વર્ષાબહેનને કહી દીધુ કે હવે તું મને ગમતી નથી, મારે તારી સાથે છુટા છેડા લેવા છે. જો કે પરિવારના સભ્યોની સમજાવટથી વાદ - વિવાદ વચ્ચે પણ તેઓ ઘણો સમય સાથે રહ્યા હતા. પરંતુ દોઢ વર્ષ પહેલા તો શૈલેષકુમારે વર્ષાબહેનને ઘરમાંથી કાઢી મુકયા બાદ પાછા આવવાની ના પાડી દીધી હતી.

દહેજ માટે સાસરી પક્ષ પરિણીતાને ત્રાસ આપતો હતો
સાસરી પક્ષના સભ્યો શરુઆતમાં દહેજ માટે વર્ષાબહેનને ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા હતા. ત્યારબાદ તેને કહેતા હતા કે બીમારીનું બહાનુ કાઢીને ઘરમાં પડી રહે છે, નથી નોકરી કરતી કે નથી ઘર કામ કરતી, તેમ કહીને મેણા - ટોણા મારીને હેરાન પરેશાન કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...