તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:અમદાવાદના નારણપુરમાં પરસ્ત્રી સાથેના સંબંધનો ભાંડો ફૂટતાં પતિએ નર્સ પત્ની-પુત્રને કાઢી મૂક્યાં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પતિના પ્રેમિકા સાથેના ફોટો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ
  • નારણપુરામાં પતિ અને તેની પ્રેમિકા સામે યુવતીની ફરિયાદ

સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલની નર્સના પતિને પરસ્ત્રી સાથે સંબંધ હોવાથી પતિએ તેને અને દીકરાને મારીને ઘરમાંથી કાઢી મૂકતાં પતિ, તેની પ્રેમિકા અને સાસુ સામે તેણે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નર્સ પત્નીએ પતિના પ્રેમિકા સાથે ફોટો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.

નારણપુરામાં રહેતાં વિરાજબેન નડિયાદમાં નર્સિંગનો કોર્સ કરતા હતાં ત્યારે તેમની મુલાકાત ગૌરવ ગ્લેનઈવાન પ્રવાસી સાથે થતાં બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. આથી વિરાજે માતા-પિતાની મરજી વિરુદ્ધ ગૌરવ સાથે 2011માં ખ્રિસ્તી રીતિરિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ વિરાજ પતિ અને સાસુ સાથે નડિયાદમાં રહેતી હતી. 2013માં વિરાજને સિવિલ કેમ્પસની કિડની હોસ્પિટલમાં નર્સની જોબ મળતાં તેઓ નડિયાદથી અમદાવાદ રોજ અપડાઉન કરતાં હતાં. તેમને સંતાનમાં 3 વર્ષનો દીકરો રુએલ છે. ગૌરવને ભાવનગરની એક મહિલા સાથે આડા સંબંધ હોવાથી ગૌરવ પત્ની અને દીકરાને સારી રીતે રાખતો ન હતો. વિરાજબેનને માનસિક ત્રાસ આપતો હતો. કંટાળીને આખરે વિરાજબેન પિયરે આવી ગયા હતા. નારણપુરા પોલીસમાં પતિ, સાસુ અને પતિની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી હતી.

પિતાએ દીકરા રુએલને સાથે રાખવાની ના પાડી હતી
વિરાજબેન નડિયાદથી અમદાવાદ રોજ અપડાઉન કરતા હતા, છતાં ગૌરવે દીકરા રુએલને રાખવાની ના પાડી દીધી હતી. થોડા દિવસ તો વિરાજબેન રુએલને સાથે નોકરી લઈ જતી હતી. ત્યારબાદ સાસુ રુએલની સંભાળ રાખતા હતાં. થોડા દિવસ બાદ સાસુએ પણ રુએલને રાખવાની ના પાડી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...