ત્રાસ:પતિ અને દિયર દારૂ પીને મહિલાને માર માર્યો, ઘરની બહાર પણ નીકળવા દેતાં ન હતા, મહિલા હેલ્પલાઈન મદદે આવી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના પૂર્વ વિસ્તારમાં પતિ અને દિયરે ભેગા મળી મહિલાને માર માર્યો હતો. પતિ અને દિયર દારૂ પી ઘરે આવ્યા બાદ મહિલા સાથે બોલાચાલી કરતા હતા. દિયરે મહિલાને છરી મારવાનો પ્રયત્ન કરતા સામે કાતર લઈ ઘા મારી દીધાં હતાં. મહિલાએ બંનેના ત્રાસમાંથી બચવા મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી અને પોલીસ ફરિયાદ કરી હતી.

પૂર્વ વિસ્તારમાં રહેતી મહિલાના પતિ અને દિયર દારૂના વ્યસની હોવાથી દરરોજ દારૂ પીને ઘરે આવતા હતા. ગાળાગાળી બોલાચાલી કરતા અને મારપીટ કરતા હતા. ઘરમાં છુટા વાસણો મારતા હતા. ઘરની બહાર પણ નીકળવા દેતાં ન હતા. જેથી મહિલાએ હેલ્પલાઈનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમ પહોંચી ત્યારે પતિ અને દિયર દારૂ પીધેલી હાલતમાં હતા અને દિયરના શરીરે ઇજાના નિશાન હતા. જેથી મહિલાને પુછતાં તેઓ દારૂ પીને આવ્યા હતા અને બોલાચાલી કરી ઝગડો કર્યો હતો. છરી મારવા આવવા જતા બચવા માટે કાતર મારી હતી. બંને સામે મહિલાને ફરિયાદ કરવી હોવાથી તેઓને હેલ્પલાઈનની મદદથી પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...