તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેલેન્ટાઈન ડે:3 વર્ષથી કિડની ફેલ્યોરને લીધે જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી પત્નીને વેલેન્ટાઈન ડે પર પતિ કિડની આપશે

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદના રાણીપમાં રહેતા 43 વર્ષીય રીટાબેન પટેલને ત્રણ વર્ષ પહેલા બંને કિડની ફેલ થયાનું નિદાન થયું હતું. કિડની રોગથી પિડાતી પત્નીને જોઈ પતિ વિનોદભાઈએ તેમની એક કિડની ભેટ આપવા નિર્ણય કર્યો છે. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેની વહેલી સવારે સેલ્બી હોસ્પિટલમાં રીટાબેનનું કિડની પ્રત્યારોપણ થશે. આ અનુસંધાને શનિવારે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં રીટાબેને પતિ વિનોદભાઈનો જાહેરમાં આભાર માન્યો હતો.

આ પ્રસંગે રીટાબેને કહ્યું કે, હું જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છું ત્યારે મારા પતિ મારા માટે જીવનદાતા બન્યા છે. તેમણે ઉમેર્યું કે, ત્રણ વર્ષના મેડિકેશન અને દવાઓની સારવારથી હું કંટાળી ગઈ હતી. હોસ્પિટલના ડૉ. સિદ્ધાર્થ માવાણીએ કહ્યું કે, ભારતમાં ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા વધુ છે માટે કિડની ફેલ્યોરના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ડૉ. માવાણીએ કહ્યું કે, દેશમાં થયેલા એક અભ્યાસ મુજબ 17.5-18 ટકા ભારતીય વસ્તી આજે ક્રોનિક કિડની ડિસીઝથી પીડાય છે જેમાં ગુજરાતનું પ્રમાણ 8.9 ટકા છે. આવા દર્દીઓને ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટના રૂપમાં રેનલ રિપ્લેસમેન્ટ થેરાપીની જરૂર છે. ભારતમાં રેનલ ટ્રાન્સપ્લાન્ટ માટેની માંગ અને પુરવઠા વચ્ચે મોટો અંતર છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે 2.2 લાખ કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરીયાતની સામે આશરે 7500 કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે.

મારાથી પત્નીનું દુ:ખ જોવાતું નથી : પતિ
રીટાબેનના પતિ વિનોદભાઈ કહે છે કે, ‘અમારા લગ્નને 23 વર્ષ પૂરા થયા છે. તેમાંથી 20 વર્ષ ખૂબ યાદગાર અને રોમાંચક પસાર થયા છે. મારા પત્નીએ સુખ અને દુ:ખમાં બધેજ મારો સાથ આપ્યો છે અને હવે તે પોતે પીડામાંથી પસાર થઈ રહી છે તે મારાથી જોઈ શકાતું નથી. હું આવી ગંભીર બીમારીમાં તેનો સાથ કેવી રીતે છોડી શકું. એજ કારણે મેં મારી એક કિડની પત્નીને આપવા નિર્ણય કર્યો છે. હું આખું જીવન એક કિડની ઉપર જીવવા તૈયાર છું.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો