વિવાદ:પહેલી પત્નીને માનસિક બીમાર બતાવી પતિએ છૂટાછેડા લીધા; બીજીએ કહ્યું - મારી સાથે આવું થઈ શકે, મને છૂટાછેડા આપો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડિપ્રેશનમાં આવેલી પહેલી પત્નીના મેડિકલ પેપર રજૂ કરી પતિએ છૂટાછેડા લીધા હતા

સુરતમાં ટેક્સટાઇલ એન્જિનિયરિંગ કરી ચૂકેલી યુવતીને લગ્ન બાદ પતિએ માનસિક બીમાર ગણાવીને દીકરીની કસ્ટડી મેળવવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે દીકરીની કસ્ટડી પિતાને આપવા ઇન્કાર કરતા પતિએ પહેલી પત્નીને માનસિક બીમાર ગણાવવાનું શરૂ કર્યું હતું. પહેલી પત્નીને પોસ્ટ પ્રેગનન્સી બાદ આવતા માનસિક બદલાવોના મેડિકલ પેપરને હથિયાર બનાવીને તેને માનસિક બીમાર ગણાવવા પ્રયાસો શરૂ કર્યા હતા. બીજી પત્નીએ પતિની હીન કરતૂતો જોઇને તેને છોડી દેવાનો નિર્ણય લીધો હતો. બીજી પત્નીએ હાઇકોર્ટમાં પતિથી છૂટાછેડા લેવા માટે કરેલી અરજીમાં આ ખુલાસો કરતાં કોર્ટરૂમમાં રહેલા તમામ ચોંકી ઉઠ્યા હતા. હાઇકોર્ટ વધુ સુનાવણી ઓગસ્ટમાં કરશે.

સુરતમાં રહેતી અને ટેક્સટાઇલ એન્જિનિયરિંગ કરેલી યુવતીએ 10 વર્ષ અગાઉ નોકરી કરતી હતી અને બોસ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બોસની ફેન્ટસી લાઇફ સ્ટાઇલથી અંજાઇ ગયેલી યુવતીએ તેનો ભૂતકાળ તપાસ્યા વગર તેની સાથે લગ્ન તો કરી લીધા. પરંતુ લગ્નના 2 મહિનામાં જ તે ગર્ભવતી બનતા તેનો પતિ તેનાથી દૂર રહેવા લાગ્યો હતો. દીકરીનો જન્મ થયા બાદ પતિ પત્નીને સાચવવાને બદલે પાગલ સાબિત કરવા માગતો હતો.

લગ્ન પછી તરત દીકરીની જવાબદારી યુવતી પર આવી જતા પોસ્ટ પ્રેગનન્સી ડિપ્રેશન આવ્યું હતું ત્યારે તેના પતિએ તેના ઇલાજના પેપર પોતાની પાસે રાખી લીધા હતા. દીકરી 5 વર્ષની થઇ ત્યારે પતિએ છૂટાછેડા મેળવીને બીજે લગ્ન કરી લીધા હતા. જો કે તે પછી પણ દીકરીની કસ્ટડી મેળવવા પતિએ હવાતિયાં માર્યા હતા.

દીકરીની કસ્ટડી માટે પતિએ જૂઠાણું ચલાવ્યું
છૂટાછેડા શા માટે લેવા છે તે અંગે હાઇકોર્ટે સવાલ કરતા યુવતીએ કહ્યું, તેના પતિના આ બીજા લગ્ન છે. તેની પહેલી પત્ની ખૂબ ભણેલી હતી. તેની પાસેથી દીકરી પડાવી લેવા માટે તે હીન કક્ષા સુધી જઈ રહ્યો છે. આવા વ્યક્તિ સાથે બાકીનું જીવન જીવી શકાય નહીં. પતિએ પહેલી પત્ની સાથે જે કર્યું તે મારી સાથે પણ થઈ શકે છે.

ખોટા મેડિકલ સર્ટિફિકેટ હાઇકોર્ટમાં પકડાયાં
​​​​​​​બીજી પત્નીએ છૂટાછેડા માગવા કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, પહેલી પત્નીએ છૂટાછેડા આપી દીધા હતા. પતિએ દીકરી માગવા કોર્ટમાં અરજી કરી તો પત્નીએ દીકરી આપવા પણ તૈયારી બતાવી પરતું હાઇકોર્ટનું ધ્યાન ખોટા મેડીકલ સર્ટીફિકેટ પર પડતા કોર્ટે દીકરી આપવાનો ઇન્કાર કર્યો છે. છતા તેનો પતિ તેને હેરાન કરે છે.

અન્ય સમાચારો પણ છે...