શંકાશીલ પતિનું કારસ્તાન:અમદાવાદમાં પિયર ગયેલી પત્નીને પતિએ ઢોર માર માર્યો, દીકરીને બચાવવા વચ્ચે પડેલા સસરાને માથામાં લોખંડની પાઈપ મારી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પત્ની શાક લેવા બહાર નીકળે તો પણ પતિ 'તું કોની સાથે બહાર ગઈ હતી' કહીને ઝઘડો કરતો

​​​શહેરના વેજલપુર વિસ્તારમાં એક પરિણીતાએ સાસરિયા સામે ત્રાસ ગુજારવાની તથા પોતાના માતા-પિતા અને ભાઈને પતિએ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ અગાઉ પર પોતાના સાસરિયા પર ઘરેલું હિંસાની ફરિયાદ કરી હતી, પરંતુ સાસુ-સસરાએ સમાધાનનું કહેતા તેણે કોર્ટમાં સમાધાન કરીને ફરીથી સાસરીમાં રહેવા માટે પાછી આવી હતી, પરંતુ બીજી વખત પણ સાસરીયા સુધર્યા નહીં અને તેની સાથે મારપીટ કરી હતી.

શાક લેવા બહાર જાય તો પણ પતિ શંકા કરતો
શહેરના વેજલપુરમાં આવેલી બકેરી સિટીમાં રહેતી મોના (નામ બદલ્યું છે) 12 ડિસેમ્બરના રોજ સાંજે શાક લઈને ઘરે આવી હતી, ત્યારે પતિએ તેને 'તું કોની સાથે બહાર ગઈ હતી' તેમ કહીને બોલાચાલી કરીને ઝઘડો કરીને પેટમાં લાત મારીને વાળ પકડીને માર માર્યો હતો. આથી મોતાના પોતાના માતા-પિતાને આ બાબતે જાણ કરીને કોઈ ફરિયાદ નહોતી કરી, આ બાદ 13 ડિસેમ્બરના રોજ મોતાની સી. ટેટની પરીક્ષા હોવાથી તે પિતાના ઘરે ગઈ હતી, જે બાદમાં કેન્સલ થઈ ગઈ હતી. ત્યારે તેના પતિએ ફોન કરીને કહ્યું હતું કે, તમારી દીકરીને અહીંયા પાછી મોકલતા નહીં.

પિયરથી સાસરીમાં પાછી આવતા ઢોર માર માર્યો
બાદમાં 19મી ડિસેમ્બરના રોજ મોનાને તેના માતા-પિતા સાસરીમાં મૂકવા માટે ગયા હતા, આ દરમિયાન તેના પતિએ તેને 'તું કેમ અહીંયા આવી છે, તારી અહીં નહીં આવવાનું' તેમ કહીને બોલાચાલી કરીને ઝઘડો કરીને ધક્કો મારીને માર માર્યો હતો. આ દરમિયાન મોનાના પિતા દીકરીને બચાવવા વચ્ચે આવતા તેના પતિએ ઘરમાંથી લોખંડની પાઈપ લઈને તેમને માથામાં મારી હતી. આ દરમિયાન મોનાનો ભાઈ બચાવવા વચ્ચે આવતા પતિએ તેને પણ હાથમાં લોખંડની પાઈપ મારીને ઈજાગ્રસ્ત કરી નાખ્યો હતો.

પરિણીતાની પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ
​​​​​​​
બીજી તરફ મોનાની સાસુએ તેની તથા તેની માતા સાથે ઝઘડો કરીને બિભત્સ ગાળો બોલી હતી. જેથી મોતાએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને બોલાવી હતી. મોનાએ વેજલપુર પોલીસમાં પતિ તથા સાસુ-સસરા ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલમાં પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.