તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરમજનક:અમદાવાદના મહિલા ડોક્ટરનો ડોક્ટર પતિ પર 30 લાખ દહેજમાં માગવાનો આરોપ, પૈસા ના આપતા ગુંડા ભાડે રાખી રેપ કરાવવાની ધમકી આપી

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલા ડોક્ટરની પોતાના પતિ સાથે 2019માં મેટ્રોમોનિયલ સાઈટ પરથી મુલાકાત થઈ હતી
  • 'ઘરનું બધું કામ મારી કરાવતા અને હું ડોક્ટર તરીકે કામ પર જવાની વાત કરું તો મને મારતા હતા'

શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક મહિલા ડોક્ટરે પોતાના ડોક્ટર પતિ વિરુદ્ધ 30 લાખ રૂપિયાનું દહેજ માગવાની ફરિયાદ નોંધાવી છે. મહિલા ડોક્ટરનો આરોપ છે કે તેનો પતિ ગુંડાઓ ભાડે રાખીને રેપ કરાવવાની ધમકી આપતો હતો. 29 વર્ષના મહિલા ડોક્ટરે ગાંધીનગરમાં રહેતા પોતાના 31 વર્ષના પતિ વિરુદ્ધ ગુરુવારે મહિલા પોલીસ સ્ટેશન (પૂર્વ)માં ફરિયાદ નોંધાવી છે.

મેટ્રોમોનિયલ સાઈટ પર ડોક્ટર સાથે થઈ હતી મુલાકાત
મહિલા ડોક્ટરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મુંબઈના ડોમ્બીવલીમાં ક્લિનિક ચલાવતા પતિ સાથે તેની 2019માં મેટ્રોમોનિયલ સાઈટ પરથી મુલાકાત થઈ હતી. 11 નવેમ્બર 2019માં તેમના લગ્ન થયા અને તેઓ ગાંધીનગરના ઘરમાં રહેવા લાગ્યા. લગ્નના એક અઠવાડિયામાં જ તેના પતિ અને સાસુ-સસરાએ દહેજની માગણી કરવાનું શરૂ કરી દીધું.

'નોકરાણીની જેમ રાખીને ઘરનું બધું કામ કરાવતા'
તે વધુમાં જણાવે છે, તેઓ મને કામ પર નહોતા જવા દેતા. તેઓ મને નોકરાણીની જેમ રાખતા હતા. તેઓ મારી પાસેથી ઘરનું બધું કામ કરાવતા હતા અને હું ડોક્ટર તરીકે કામ પર જવાની વાત કરું તો મને મારતા હતા. મહિલાનો આરોપ છે કે, તેના પતિએ તેને જાન્યુઆરી 2020માં પિતાના ઘરે છોડી દીધી, બાદમાં તે ક્લિનિક ખોલવા ઈચ્છતો હોઈ 30 લાખ રૂપિયાની માગણી કરવા લાગ્યો. તે ફરિયાદમાં કહે છે, જ્યારે મેં માગવાથી ઈનકાર કર્યો તો મારા પતિ અને સંબંધીઓએ ગુંડાઓ રાખીને મારો રેપ કરાવી બદનામ કરવાની ધમકી આપી.

સાસુ-સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી
તે કહે છે, તેના સાસુ-સસરાએ પણ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. અને જો તે દહેજ ન આપી શકે તો છૂટાછેડા આપી દેવા કહી દીધું. હાલમાં પોલીસે ઘરેલુ હિંસા, અપશબ્દો કહેવા, ઈજા પહોંચાડવી, શારીરિક પજવણી અને ગુનાહિત ધાકધમકી આપવાનો ગુનો મહિલા ડોક્ટરના પતિ તથા તેના પરિવારના બે સભ્યો વિરુદ્ધ નોંધ્યો છે.