તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉને કર્યા લાચાર:અમદાવાદમાં આર્થિક સંકડામણમાં આવેલા દંપતીનો સાઉથની ફિલ્મ જોઈ જ્વેલરીનો શો-રૂમ લૂંટવા પ્રયાસ, સ્ટાફ પર રિવોલ્વર તાકી, CCTV સામે આવ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
જ્વેલર્સની દુકાનમાં લૂંટ માટે આવેલા પતિ-પત્ની
  • ગ્રાહકના સ્વાંગમાં આવેલા પતિ-પત્નીએ શો-રૂમ લૂંટવાનો પ્રયાસ કર્યો
  • રિવોલ્વર તાકીને બધા હું કહું એમ કરો નહિ તો મારી નાખીશ તેવી ધમકી આપી
  • કારીગરોએ હિંમત દાખવી બન્નેને ઝડપી લઈ માર માર્યો

કોરોનાના કારણે લોકડાઉનથી અનેક રોજગાર ધંધાને મોટી અસર પડી છે. ખાસ કરીને નાના રોજગાર ધંધાદારી લોકો મોટું નુકસાન અને આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. જેથી હવે ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળી રહ્યાં છે. શહેરના નિકોલ વિસ્તારમાં એક વર્ષની બાળકી સાથે રહેતા પતિ-પત્નીએ લોકડાઉનના કારણે આર્થિક સંકડામણ પડતાં સાઉથની ફિલ્મો જોઈ નિકોલ રોડ પર આવેલી જવેલરીના શો-રૂમમાં લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે દુકાનદાર અને તેના કારીગરોએ હિંમત કરી સામનો કર્યો હતો. ત્યાર બાદ આરોપી યોગીતા ગોહિલ અને ભરત ગોહિલને ઝડપીને પોલીસ હવાલે કર્યા હતા.

કોરોનામાં આર્થિક સંકડામણથી પતિ-પત્ની લૂંટ કરવા નીકળ્યા
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એ.જે ચૌહાણે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પતિ-પત્નીએ આર્થિક સંકડામણ પડતા સાઉથના મુવી જોઈ અને લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો. જવેલર્સમાં બપોરે અવરજવર ઓછી હોવાથી હથિયારો સાથે ઘુસી લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે દુકાનદારોએ તેઓને પકડી લીધા હતા. આરોપી યુવક દરજીકામ કરતો હતો અને લોકડાઉનમાં કામ ઓછું ચાલતું હતું અને પત્નીને બીમારી હતી. જેનો સારવારનો ખર્ચ પણ પૂરો થતો ન હતો. જેથી આર્થિક સંકડામણ થતા લૂંટ કરવા નીકળ્યા હતા. બંને પતિ-પત્નીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેઓ આ હથિયાર ક્યાંથી લાવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે.

નિકોલમાં જ્વેલર્સની શોપમાં લૂંટનો પ્રયાસ
નિકોલમાં જ્વેલર્સની શોપમાં લૂંટનો પ્રયાસ

જ્વેલર્સની દુકાનમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ
મૂળ બનાસકાંઠાના અને કૃષ્ણનગરમાં શ્યામ અવિરાય ફ્લેટમાં રહેતા હરેશભાઈ મોદીની નિકોલ રોડ પર ગહના જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન આવેલી છે. દુકાનમાં બે કારીગર પણ કામ કરે છે. આજે રવિવારે બપોરે સવા એક વાગ્યે મોઢે બાંધીને એક યુવક-યુવતી દુકાનમાં આવ્યા હતા.યુવકે કાઉન્ટર પાસે બેઠેલા કારીગર સંજયભાઈ પર રિવોલ્વર તાકી અને બધા હું કહું એમ કરો નહિ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં બધાના મોબાઈલ લઈ દુકાનની લાઈટ બંધ કરવા કહ્યું હતું. તેની સાથે આવેલી યુવતીએ કાઉન્ટર પાસે આવી પૈસા અને સોનાના દાગીના લેવાનો પ્રયાસ કર્યો હતો.

લૂંટ માટે પતિ-પત્ની સાથે લઈને આવ્યા હતા તે હથિયારો
લૂંટ માટે પતિ-પત્ની સાથે લઈને આવ્યા હતા તે હથિયારો

જ્વેલર્સ માલિકે બહાદુરીથી પતિ-પત્નીનો પ્લાન ફેલ કર્યો
યુવતીએ રિવોલ્વર લઈ હરેશભાઈને સામે બોલાવી પ્લાસ્ટિકની પટ્ટી મારવા જતા તેઓએ ઝપાઝપી કરી હતી. બાદમાં કારીગરોએ પણ સામે આવી ઝપાઝપી કરી બંનેના હાથમાંથી રિવોલ્વર છીનવી લીધી હતી. તેઓને પકડી માર માર્યો હતો. બુમાબુમ કરતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. બંનેને પકડી પોલીસને જાણ કરતા કૃષ્ણનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

ઘટનાના સીસીટીવી ફૂટેજનો સ્ક્રીનશોટ
ઘટનાના સીસીટીવી ફૂટેજનો સ્ક્રીનશોટ

પૈસા ન હોવાથી લૂંટનો પ્લાન બનાવ્યો
પોલીસે બંનેને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ પૂછપરછ કરતા તેના નામ ભરત ગોહિલ અને યોગીતા ગોહિલ ( બંને રહે. શિવાલય સોસાયટી, નિકોલ રોડ) હોવાનું જણાવ્યું હતું. લોકડાઉનથી આર્થિક સંકડામણના કારણે તેઓ પાસે પૈસા ન હોવાથી લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

દંપતીએ દુકાનમાં રહેતા તમામ લોકોના મોબાઈલ લઈને ફેંકી દીધા
દંપતીએ દુકાનમાં રહેતા તમામ લોકોના મોબાઈલ લઈને ફેંકી દીધા