તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:અંબાપુરના તળાવમાં મર્સિડિઝ ખાબકતા પતિ-પત્નીના મોત, ડૂબવાનો વીડિયો વાઈરલ

અમદાવાદએક વર્ષ પહેલા

અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર અંબાપુર ગામ પાસે ગઈકાલે બપોરે મર્સિડીઝ કાર તળાવમાં ખાબકતા પતિ-પત્નીના મોત થયા હતા. આનંદ મોદી અને ફેની મોદીના તળાવમાં ડૂબતા પહેલાનો વીડિયો સામે આવ્યો છે. બંનેનો ડૂબતો હૃદયદ્રાવક વીડિયોમાં બંને પતિ- પત્ની કારની ઉપર આવેલા રૂફ ટોપ પરથી બહાર આવી ગાડી પર બેસી ગયા હતા અને બચાવવા માટે મદદ માંગી હતી પરંતુ બંને ડૂબી ગયા હતા. આ દરમિયાન ગામના લોકો બુમો પાડી અને ગાડીની પાછળ જવા કહેતા હતા પરંતુ ગાડી અંદર ઉતરી જતાં બંને ડૂબી ગયા હતા.

અમદાવાદથી ગાંધીનગર વચ્ચે આવતા અંબાપુર હાઇવે ઉપર મર્સિડિઝના કારચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર અંબાપુર તળાવમાં ખાબકી હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના રહીશો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ કારમાં સવાર બંને પતિ-પત્ની ડૂબવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ  ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. 

પતિની લાશ મળી, પત્નીના મૃતદેહની શોધખોળ ચાલુ

આ દુર્ઘટના બાદ આ યુવકની ઓળખ શાહીબાગમાં જીવરાજનગરમાં રહેતા આનંદ મોદી તરીકે થઈ છે. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા યુવકની લાશ મળી આવી છે પરંતુ મહિલાની શોધખોળ ચાલુ છે. પ્રાપ્ત અહેવાલો માટે ચાલક પાલનપુર ગયો હતો અને (MH-04-EQ-2400) લઈને અમદાવાદ તેમના ઘર તરફ પરત ફરી રહ્યો હતો. દરમિયાન અડાલજ-કોબા હાઇવે પર અંબાપુર ગામંના તસલવામાં બમ્પ કૂદાવ્યા બાદ તળાવમાં કાર ગરકાવ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...