તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરમજનક:'હું રાતે સુઈ જાઉં એટલે તું રાતે બાળકો સાથે મજા લે છે', પતિએ પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા, મહિલા હેલ્પલાઇને પતિનું કાઉન્સેલિંગ કર્યું

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતા 2- 3 દિવસ પછી આવજો કહીને મહિલાને કાઢી મૂકી.
  • મહિલાએ આખરે અભયમની ટીમને ફોન કરીને મદદ માગતા પતિનું કાઉન્સેલિંગ કરાયું.

લગ્નજીવન દરમ્યાન પતિ- પત્ની વચ્ચે શંકાઓના કિસ્સા બનતાં હોય છે. જેમાં પતિ પત્ની પર અન્ય પુરુષ સાથે સંબંધ રાખતી હોવાના કિસ્સા સામે આવે છે પરંતુ અમદાવાદમાં પતિએ ખુદ પત્ની પર બાળકો સાથે શારીરિક સંબંધ રાખતી હોવાના આક્ષેપ કર્યા છે. 15 અને 12 વર્ષના બાળક સાથે રાતે પત્ની મજા લેતી હોવાના માતા અને પુત્રને લાંછન લગાડતા આક્ષેપોથી કંટાળી મહિલાએ અભ્યમ હેલ્પલાઇન 181ની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે માતા અને પુત્ર વિશેના સંબંધો અંગે સમજાવ્યા હતા. મહિલા પોતાના બાળકો સાથે પિયર જવા માગતા હોવાથી તેમને મોકલી આપ્યા હતા.

પત્ની પર વહેમ રાખી પતિ ત્રાસ આપતો
​​​​​​​
અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં મહિલા તેના પતિ અને 15 તેમજ 12 વર્ષના બે બાળકો સાથે રહે છે. મહિલાનો પતિ તેના પર શંકા અને વહેમ રાખી માનસિક ત્રાસ આપતો હતો. જેથી મહિલા ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનમાં ગઈ હતી. જો કે પોલીસકર્મીઓએ ફરિયાદ લેવાની જગ્યાએ 2-3 દિવસ પછી આવજો કહી કાઢી મુક્યાં હતાં. છેવટે મહિલાએ અભયમ મહિલા હેલ્પલાઇન 181ની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમ તુએ પહોંચતા મહિલાએ આપવીતી જણાવતા કહ્યુ હતુ કે પતિ ઘરમાં તેના પર શંકા વહેમ રાખે છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

પતિ માર મારતો હોઈ મહિલાએ અભયમ હેલ્પલાઈનની મદદ લીધી
​​​​​​​
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે જઈ પરત આવી ત્યારે પતિએ કહ્યું કે પોતાના 15 વર્ષના દીકરા સાથે જ રાતે શારીરિક સંબંધ બાંધે છે. રાતે જ્યારે બધા સુઈ જાય ત્યારે પતિ જાગીને જોવે છે કે પત્ની અને બાળકો ક્યાં સુતા છે. બાળકો તેની બાજુમાં તો નથી સુતાને એવું ધ્યાન રાખે છે. 12 વર્ષનો પુત્ર રાતે ડરી જતો હોય તેની માતા સાથે સુવે છે તો તેની સાથે પણ સંબંધ બાંધે છે. એટલું જ નહીં પતિ પત્નીને કહે છે કે હું રાતે સુઈ જાઉં એટલે તું બાળકો સાથે મજા લે છે. આવા રોજબરોજ આક્ષેપો કરવામાં આવ્યા હતા. દારૂ પી અને માર પણ માર્યો હતો. જેથી હેલ્પલાઇનની ટીમે દારૂ ન પીવા અને માતા તેમજ પુત્ર વચ્ચે સંબંધ અંગે જાણકારી આપી શંકા ન કરવા સમજાવ્યા હતા.