તાઉ-તેની સામે પૂર્વતૈયારી:વાવાઝોડું ઊના નજીકથી પસાર થવાની શક્યતા, કિનારાથી 10 કિમી સુધીના ગામોને એલર્ટ કરાયાં

અમદાવાદ, સુરત, નસવાડી, વલસાડ, નડિયાદ, કચ્છ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાના દરિયા કિનારે એનડીઆરએફની ટીમ ગોઠવી દેવાઈ - Divya Bhaskar
મહુવાના દરિયા કિનારે એનડીઆરએફની ટીમ ગોઠવી દેવાઈ

તાઉતે વાવાઝોડું તા. 17 મેએ સાંજે ઊના આસપાસના દરિયાકાંઠે ટકરાશે. ત્યારે 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને દરિયામાં 3 મીટર ઉંચા મોજાં ઉછળવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. દરિયાકિનારાની તદ્દન નજીક વસતા ગામોના લોકોનું સ્થળાંતર કરાવવાનું શરૂ થઇ ગયું છે. જ્યારે કિનારાથી 10 કિમી સુધીના વિસ્તારમાં આવેલાં ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે. વાવાઝોડાને પગલે રાજ્યના 1600 કિમીના દરિયા કિનારે બચાવ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કોવિડ સેન્ટરોમાંથી કોરોનાના દર્દીઓને પણ ખસેડી લેવાયા છે.

અરવલ્લી જિલ્લામાં વરસાદ સાથેે ભારે પવન ફૂંકાતા લગ્ન મંડપ, મકાનના છાપરાં ઉડી ગયાં

શામળાજી
શામળાજી

અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં સંખ્યાબંધ વૃક્ષો ધરાશાઈ થવાની સાથે મકાનોના છાપરાં અને લગ્ન મંડપ ઉડી ગયાં હતાં.

કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની હોસ્પિટલોમાંથી કોરોનાના દર્દીઓને ભુજ લવાયા

ભુજ
ભુજ

વાવાઝોડાના સંદર્ભે દરિયા કિનારે આવેલા મસ્કા ગામની એન્કરવાલા હોસ્પિટલમાંથી કોરોનાના 46 દર્દીઓને ભુજની સમરસ હોસ્પિટલ ખસેડાયા હતા.

નવસારી જિલ્લામાં વાવાઝોડાં પહેલાં જ નુકસાન

ખેરગામ
ખેરગામ

નવસારી અને ડાંગ જિલ્લામાં વાવાઝોડું આવ્યા પહેલાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ખેરગામમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે પીનના કારણે વૃક્ષો પડી ગયાં હતાં.

શિયાળ બેટમાંથી લોકોનું સ્થળાંતર કરાયું

શિયાળ બેટ
શિયાળ બેટ

વાવાઝોડું ઊના નજીકથી પસાર થવાનું હોવાથી રાજુલા નજીક આવેલા શિયાળ બેટ પરથી લોકોને કિનારા પરના સેલ્ટર હાઉસમાં લવાયા છે.

અગરિયાઓને સલામત સ્થળે ખસેડાયા

સાંતલપુર
સાંતલપુર

સાંતલપુરના રણમાં ભારે વરસાદની કારણે અગરિયાઓ ફસાઈ ન જાય તે માટે તેઓને અગાઉથી જ સલામત ખસેડવામાં આવ્યા છે.

વાવાઝોડાં પહેલાં વરસાદ આવી પહોંચ્યો

સુરત
સુરત

સુરતમાં ભારે પવન બાદ વરસાદ તૂટી પડ્યો હતો. પવનને કારણે શહેરમાં વૃક્ષો પડી ગયાં હતાં. ચેકપોસ્ટ માટે બનાવેલો મંડપ પણ તૂટી ગયો હતો.

નડિયાદમાં સાંજે વરસાદ પડતાં રસ્તા પર પાણી

નડિયાદ
નડિયાદ

​​​​​​​દિવસભર ભારે ઉકળાટ બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન ફૂંકાવાની સાથે વરસાદ ચાલુ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.

વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ​​​​​​​

ધરમપુર
ધરમપુર

ચક્રવાતના પગલે વલસાડ જિલ્લામાં સાંજે વલસાડ, ધરમપુર,પારડી, વાપી, ઉમરગામ અને કપરાડા પંથકમાં પવન ફૂંકાવા સાથે વરસાદ ઝીંકાયો હતો.

વરસાદ શરૂ થઈ જતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા

નસવાડી
નસવાડી

​​​​​​​​​​​​​​નસવાડી તાલુકામાં બપોરે પવન ફૂંકાયા બાદ વરસાદ તૂટી પડ્યો હતો જેના કારણે પાક તૈયાર કરી રહેલા ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે.

અન્ય સમાચારો પણ છે...