• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Hundreds Of People Gathered At Nicole's Party Plot To Celebrate The Arrest Of 3 People Celebrating Dog's Birthday, Folk Singer Kajal Mehria Was Present

કાર્યવાહી:નિકોલના પાર્ટી પ્લોટમાં સેંકડો લોકોને ભેગા કરી કૂતરાનો બર્થડે ઊજવનાર 3ની ધરપકડ, લોકગાયિકા કાજલ મહેરિયા હાજર હતી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ત્રણ આરોપીઓની તસવીર - Divya Bhaskar
ત્રણ આરોપીઓની તસવીર
  • મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં સાત લાખના ખર્ચે બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું
  • પાર્ટીમાં ગાયિકા બોલાવી, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના લોકો ગરબે ઘૂમ્યા

શહેરમાં કોરોનાના કેસો ઝડપી ગતિએ વધી રહ્યા છે ત્યારે નિકોલના પાર્ટી પ્લોટમાં એક પરિવારે સાત લાખના ખર્ચે પાલતુ કૂતરાની બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસે બર્થડે પાર્ટીનું આયોજન કરનારા ત્રણની ધરપકડ કરી છે. નિકોલના મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં યોજેલી બર્થડે પાર્ટીમાં લોકગાયિકા કાજલ મહેરિયાના સૂરે લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના ગરબે ઘૂમ્યા હતા. શહેર સહિત રાજ્યભરમાં કોરોનાની ત્રીજી લહેરને પગલે સરકારે કડક નિયંત્રણો લાદ્યા છે ત્યારે નિકોલમાં પાલતુ કૂતરાની બર્થડે પાર્ટીમાં લોકોએ કોવિડ ગાઇડલાઇનનો ઉલ્લંઘન કર્યું હતું.

નિકોલના મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં ચિરાગ પટેલ, ઊર્મિશ પટેલ અને દિવ્યેશ મહેરિયા નામની ત્રણ વ્યક્તિએ એબ્બી નામના પાલતુ કૂતરાની બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સગાંસંબંધી, મિત્રો સહિત સેંકડો લોકોને ભેગા કર્યા હતા. આ બર્થડે પાર્ટીમાં ઉત્તર ગુજરાતની લોકગાયિકા કાજલ મહેરિયાને પણ બોલાવી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલતુ કૂતરાની બર્થડે પાર્ટીમાં અંસખ્ય લોકો માસ્ક પહેર્યા વગર, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા હતા અને લોકગાયિકા કાજલ મહેરિયાને સૂરે રાસ ગરબા ગાઈ રહ્યા હતા.

પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરી બર્થડે પાર્ટી ઊજવાઈ રહી હોવાની જાણ નિકોલ પોલીસને થતાં પીઆઈ વી. ડી. ઝાલા સ્ટાફ સાથે મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ પહોંચ્યા હતા અને તાત્કાલિક ગરબા-પાર્ટી બંધ કરાવી તેનું આયોજન કરનારા ચિરાગ પટેલ, ઊર્મિશ પટેલ અને દિવ્યેશ મહેરિયાની ધરપકડ કરી હતી. જ્યારે લોકગાયિકા કાજલ મહેરિયા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ નથી.

7 લાખના ખર્ચે પાર્ટીનું આયોજન કર્યું
નિકોલમાં આવેલી મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે પાલતુ કૂતરાની બર્થડે પાર્ટીમાં અંદાજે સાત લાખનો ખર્ચ કરાયો હોવાની વાત સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. આ સાથે કાજલ મહેરિયાનો ગરબા ગાતાે અને લોકોનો ગરબે ઘૂમતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...