તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:અમદાવાદમાં ફૂટપાથ પર રહેતા ગરીબો અને અનાથ લોકોને હ્યુમન ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ઠંડીથી બચવા ધાબળાનું વિતરણ કર્યુ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ હોસ્પિટલ, નરોડા વિસ્તારમાં રાત્રી કરફ્યુ દરમ્યાન NGOએ લોકોને ધાબળા આપી મદદ કરી

રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં કોરોનાના કારણે રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યો છે ત્યારે હ્યુમન ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા સંસ્થાએ રાત્રે ઠંડીમાં ફૂટપાથ પર રહેતા લોકોને અને વિવિધ સરકારી હોસ્પિટલની બહાર જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના સ્વજનોને ધાબળા વિતરણ કર્યું હતું. સંસ્થા હંમેશા જરૂરિયાતમંદ લોકોની પડખે ઉભી રહી અને તેમની જરૂરિયાત પૂરી કરતી આવી છે. માસ્ક, સેનીટાઇઝર તથા અન્ય ખાદ્ય સામગ્રીની કાચી અને પાકી તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાની મોટી જવાબદારી સંસ્થાએ કોરોનામાં નિભાવી છે ત્યારે હવે કોરોના કાળમાં ઠંડીની સિઝન શરૂ થઇ ગઇ છે ત્યારે સંસ્થા તરફથી ધાબળા વિતરણ કરવામાં આવી રહ્યું છે

હ્યુમન ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા સંસ્થાના પ્રમુખ અંજલી કૌશિકે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં અસારવા સિવિલ હોસ્પિટલ, નરોડા વિસ્તારમાં ધાબળા વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે અંતર્ગત હોસ્પિટલો માં સેવા લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો અને ફૂટપાથ પર રાત્રે ઠંડી માં જેમને જરૂરી છે તેવા લોકોને તેમના સુધી પહોંચી અને મોટે પાયે ધાબળા વિતરણ શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...