તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિજિટલ ગેમિંગનો ટ્રેન્ડ:પ્લગઇન ગેમ્સની માગમાં જંગી વધારો, ડિલર્સને ત્યાં આઉટ ઑફ સ્ટોક, ઓનલાઇન બુકિંગમાં પણ 4 મહિનાનું વેઇટિંગ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર: સુભાષિશ સેન .  - Divya Bhaskar
તસવીર: સુભાષિશ સેન . 
  • PS4, PS5અને X-Boxની ગેમિંગ લેપટોપની માગ વધી, 2019ની સરખાણીએ 3 ગણો વધારો
  • એક્સપોર્ટ-ઇમ્પોર્ટમાં અસર થતા સ્ટોક પુરતો નથી, 30 હજાર રુપિયાનું PS4 બ્લેક માર્કેટમાં 60 હજારમાં વેચાય છે

કોરોનામાં આમ તો મોટાભાગના બિઝનેસમાં નુકસાન થયુ છે પણ ગેમિગ બિઝનેસ કરતા લોકોને ફાયદો થયો છે. ગેમિંગ સેગમેન્ટની વાત કરીએ તો ડિજિટલ ગેમિંગનો ટ્રેન્ડ તો વધ્યો જ છે સાથે પ્લગ-ઇન ગેમ્સ PS4, PS5 તેમજ X-Box ડિમાન્ડમા વધી છે. આ ઉપરાંત ગેમિંગ લેપટોપની ડિમાન્ડ પણ વધી છે. અગાઉ i3 લેપટોપ લેતા લોકો i7 તેમજ ryzen લેપટોપ ખરીદી રહ્યા છે. જેથી વર્કિંગ સાથે ગેમિંગ પર્પસ પણ સોલ્વ થઈ જાય.જેમ મેડિટેશન અને યોગ એ માઈન્ડ ડિટોક્સ કરવાની ટ્રેડિશનલ મેથડ છે તેમ ડિજિટલ ગેમિંગ પણ ડિટોક્સિફિકેશનનો એક પ્રકાર છે.

ગેમિંગ સ્ટ્રેસ બસ્ટર છે, ગુસ્સો આવે ત્યારે જસ્ટિસ લીગ રમો
લોકડાઉન દરમિયાન સમય પસાર કરવા ગેમિંગ સૌથી બેસ્ટ ઓપ્શન હતો. સામાન્ય દિવસોમાં કામની વ્યસ્તતાને કારણે વધારે સમય નહોતો મળતો. કંટાળો દુર કરવા માટે PS4 રમવું મારો ફેવરિટ પાસટાઇમ છે. PS4 લિમિટેડ એડિશનમાં ગેમ રમવું ખરેખર એડિક્ટિવ છે. સાઉન્ડ તેમજ હાઈ - ઈફેક્ટને કારણે મોબાઇલ કરતા ડિવાઇસ કનેક્ટ કરીને ગેમિંગની મજા જ અલગ છે. ગેમ અને ઈમોશન જોડીએ તો ગુસ્સો આવે ત્યારે જસ્ટિસ લીગ રમવી જોઈએ એવું મારું માનવું છે. > નિલવ પારેખ, ગેમર

ઘરે સમય પસાર કરવા યુટિલિટી બેઝ્ડ એક્ટિવિટી કરે છે લોકો
કોરોનાની મહામારીના સમયમાં એક્સપોર્ટ- ઇમપોર્ટ પર અસર થતા સ્ટોક ખુબ જ ઓછે છે જેની સામે માર્કેટમાં ડિમાન્ડ ખુબ જ છે. ડિલર્સને ત્યાં તો સ્ટોક નથી જ સાથે જ ઓનલાઇન બુકિંગમાં પણ 4 મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યુ છે. જેના કારણે 30 હજારનું PS4 બ્લેક માર્કેટમાં 60 હજાર રુપિયા સુધી વેચાઇ રહ્યુ છે. મોટાભાગના લોકો પાસે વર્ક ફ્રોમ, બિઝનેસમાં મંદી હોવાથી પહેલાથી વધારે સમય છે. આ ફ્રી સમયમાં લોકો યુટિલિટી બેઝ્ડ એક્ટિવિટી કરી સમય પસાર કરી રહ્યા છે જેના કારણે ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો છે. > ગેમિંગ ડિવાઈસ ડિલર

​​​​​​​સમય પસાર કરવા ગેમિંગ ડિવાઈસ બેસ્ટ ઓપ્શન
ગેજેડ્સ વસાવવાના શોખને કારણે પહેલા PS3 અને બાદમાં PS4 પણ વસાવી હતા. લોકડાઉનના કારણે એજ્યુકેશન ઓનલાઈન થયું. ઈન્ફેક્શનના ડરથી બહાર જવા ન મળતા કિડ્સ પણ સ્ટ્રેસફૂલ પરિસ્થિતિનો ભોગ બને છે. ત્યારે મારી ડોટરે મોટાભાગનો સમય ઘરે જ PS4 ગેમિંગ તેમજ આર્ટ વર્ક અને અન્ય સ્કિલ ડેવલપમાં પાછળ ઈન્વેસ્ટ કર્યો. ઈનડોર્સ રહીને સમય પસાર કરવા માટે ગેમિંગ બેસ્ટ ઓપ્શન છે. સમય મળ્યે ક્યારેક અમે બંને સાથે પણ PS4 રમીએ છીએ. > સુભાષિશ સેન

દરમહિને 100થી વધુ ઇન્કવાયરી આવે છે, માર્કેટમાં સ્ટોક જ નથી
પહેલા ફક્ત સમર વેકેશન દરમિયાન જ ગેમિંગ ડિવાઇસની ડિમાન્ડમાં વધારો જોવા મળતો હતો. પરંતુ કોરોનાના કારણે લદાયેલા લૉકડાઉન બાદ લોકો મોટા પ્રમાણમાં પ્લગ-ઇન ગેમ્સ ખરીદી રહ્યા છે. 2019માં દરમહિને 30 ડિવાઇસ વેચાતા હતા જ્યારે 2021માં દરમહિને 100થી વધારે ઇન્કવાયરી આવે છે. પણ પૂરતો સ્ટોક ના હોવાને કારણે વેઇટિંગ ચાલી રહ્યુ છે. હાલની પરિસ્થિતિની જો વાત કરુ તો PS4, PS5 તેમજ X-Box વેઇટિંગ ચાલી રહ્યુ છે. સાથે જ લોકો હવે હાઇ પ્રોસેસર કસ્ટમાઇઝ્ડ લેપટોપ પણ મોટા પ્રમાણમાં ખરીદી રહ્યા છે. > ગેમિંગ ડિવાઈસ ડિલર

અન્ય સમાચારો પણ છે...