તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન ઈવેન્ટ:HSSF સંસ્થા દ્વારા આવતી કાલે "પ્રકૃતિ વંદન" કાર્યક્રમનું આયોજન, 5 કરોડથી વધુ નાગરિકો જોડાવવાની અપેક્ષા

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન(HSSF), પર્યાવરણ સરંક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. "પ્રકૃતિ વંદન" કાર્યક્રમનું આયોજન દેશમાં 5000થી વધારે કેન્દ્રો અને વૈશ્વિક સ્તરે 25થી વધારે દેશોમાં તારીખ 29 ઓગસ્ટ 2021ના સવારે 10થી 11 વાગે પ્રકૃતિમાતા પ્રત્યે શ્રધ્ધા પ્રદર્શિત કરવાના હેતુ માટે કરવામાં આવી રહ્યો છે. આ અનોખા કાર્યમાં 5 કરોડથી વધુ નાગરિકો જોડાવવાની અપેક્ષા રાખીએ છીએ, તે તેમના ઘરેથી ભાગ લેવાનો અપ્રત્યક્ષ કાર્યક્રમ બનશે. આ પહેલા પ્રકૃતિ માતા અને પૃથ્વી માતા પ્રત્યે આદરભાવ દર્શાવવા માટે છે.

HSSFની સ્થાપનાનો ઉદેશ્ય "આત્મનો મોક્ષાર્થ જગત હિતાય ચ"-એટલે કે ઋગ્વેદમાં જણાવ્યા પ્રમાણે "પ્રાણીઓની સેવા એ-સજીવ અને નિર્જીવ-મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે". તેના દ્વારા "સનાતન ધર્મ"ના મુખ્ય ચાર સ્તંભ-પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને માનવતા માટે જીવનમૂલ્યોને સમજવું મહત્વપૂર્ણ છે. HSSF દ્વારા જીવન મુલ્યોને છ મૂળભૂત વિષયમાં વ્યાખ્યાયિત કર્યા છે: 1. વન અને વન્યજીવોનું સંરક્ષણ 2. જીવનસૃષ્ટિ સંતુલન 3. પર્યાવરણ સંરક્ષણ 4.માનવીય અને પારિવારિક મૂલ્યોનું જતન 5. નારી સન્માનને પ્રોત્સાહન 6. રાષ્ટ્રભક્તિ જાગરણ

પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ જે પર્યાવરણ માટે કામ કરી રહી છે અને આ કાર્યક્રમની સહભાગી સંસ્થા છે.

પ્રકૃતિ સાથે સામંજસ્ય કેળવવું એ આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક અભિન્ન ભાગ રહ્યો છે. આ વિવિધ પરંપરાગત પદ્ધતિઓ, ધાર્મિક માન્યતાઓમાં વિપુલ પ્રમાણમાં પ્રતિબિંબિત થાય છે, ધાર્મિક વિધિઓ, લોકવાયકાઓ, કળા અને હસ્તકલાએ ભારતીય લોકોના દૈનિક જીવનમાં પ્રાચીનકાળથી પ્રતિબિંબિત થાય છે.

"પ્રકૃતિ વંદન" કાર્યક્રમ એ પ્રદર્શિત કરે છે કે, બ્રહ્માંડની બધી રચનાઓ આંતર-સંબંધિત, આંતર-આધારિત અને આંતર-સંકલિત છે. "પ્રકૃતિ વંદન"નો કાર્યક્રમ એક નવીનતા લાવવા માટેના પ્રતિકરૂપે છે. આ કાર્યક્રમ સામાજિક અને શારીરિક અંતરના નવા ધોરણોને ધ્યાનમાં રાખીને અને માસ્ક પહેરીને સાંકેતિક "પ્રકૃતિ વંદન" કરવાનો છે. આ કાર્યક્રમ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારિત કરવામાં આવશે. પરિવારો ઘરે અથવા વ્યક્તિગત બગીચા અથવા જાહેર બગીચામાં "વંદન" કરશે તેવી અપેક્ષા છે.( તે તમામ પ્રકારના શારીરિક અંતરના ધોરણોને જાળવી રાખવા અને માસ્ક સાથે).વૃક્ષ આરતી સાથે વંદન કાર્યક્રમની પૂર્ણોહુતિ થશે. આ પ્રોગ્રામ માટે નોંધણી આ લિંક દ્વારા પહેલેથી પ્રક્રિયામાં છે: https://bit.ly/3lhlkBi

અત્યાર સુધી ગુજરાત તથા ભારતના વિવિધ રાજ્યમાંથી રજિસ્ટ્રેશન માટે અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, સાધુ સંતો, રાજકીય આગેવાનો તેમજ પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરનાર સામાજિક આગેવાનો તથા ફિલ્મ જગતના લોકપ્રિય કલાકારો જાતે રજિસ્ટ્રેશન કરાવીને પ્રજાને આ કાર્યક્રમમાં જોડવા માટે અપીલ કરતા વિડિયો બનાવીને મોકલી રહ્યા છે. જે સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિએ વાઈરલ થઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં જોડાવા માટે અનેક શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, સામાજિક સંગઠનો, પર્યાવરણ પ્રેમીઓ આગળ આવીને હોંશભેર ભાગ લઈ રહ્યા છે.

ગુજરાત રાજ્યનો મુખ્ય કાર્યક્રમ જે.જી.ઈન્તરનેશનલ સ્કૂલ અમદાવાદ ખાતે યોજાનાર છે. જેમા વિશેષ અતિથિ તરીકે જાણીતા પર્યાવરણવિદ પદ્મશ્રી કાર્તિકેય સારાભાઈ ઉપસ્થિત રહેવાના છે. તે ઉપરાંત પ્રકૃતિ વંદનના રાષ્ટ્રીય સંયોજક ભાગ્યેશભાઈ ઝા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાતના કાર્યવાહ શૈલેષભાઈ પટેલ પણ હાજર રહેનાર છે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ફેસબુક(HSSFgujarat) તેમજ યુટ્યુબ (HSSFgujarat) જેવા સોશિયલ મીડિયા માધ્યમથી થશે.

ચાલો, આપણેસૌ પ્રકૃતિની જાળવણીના ઉમદા હેતુ માટે હાથ મિલાવીએ, જેથી પ્રકૃતિ અને કુદરતી આગામી પેઢી માટે સંસાધનો સાચવી શકાય; જેના દ્વારા આપણે ધરતી માતાના આશીર્વાદથી સન્માનિત થઈશુ અને સમગ્ર જીવસૃષ્ટિનું સંતુલન જળવામાં સહભાગી થઈ શકીએ.

અન્ય સમાચારો પણ છે...