બોર્ડ એક્ઝામની નવી પેપર સ્ટાઈલ જાણો:માર્ક કવર કરવા સાયન્સના સ્ટુડન્ટ્સ MCQ પર વધારે ફોકસ કરે, કોમર્સના સ્ટુડન્ટ્સ ઓબ્જેક્ટિવ પર ભાર આપે; જાણો એક્સપર્ટ ટિપ્સ

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: યશપાલ બક્ષી

કોરોનાની બીજી લહેર આક્રમક હતી એટલે બોર્ડની એક્ઝામ કેન્સલ થઈ હતી અને માસ પ્રમોશન અપાયું હતું. આ વખતે ત્રીજી લહેર આવી ત્યારે સ્ટુડન્ટ્સ એવું જ માનતા હતા કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ એક્ઝામ કેન્સલ થશે અને માસ પ્રમોશન મળશે. જોકે ત્રીજી લહેર હળવી હતી અને આમ પણ કેસ ઘટ્યા છે, બાળકોનું વેક્સિનેશન થઈ ગયું છે એટલે દર વર્ષે જે રીતે બોર્ડની એક્ઝામ લેવાય છે એ રીતે જ લેવાશે. હા, આ વખતે બોર્ડની તારીખ બે સપ્તાહ પાછી ઠેલાઈ છે, એટલે માર્ચ-2022ના એન્ડમાં બોર્ડની પરીક્ષા શરૂ થશે.
ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે આ વખતે 10th અને 12th મળીને 15 લાખ જેટલા સ્ટુડન્ટ્સ છે. દર વખતે જે રીતે લેવાય છે એ રીતે જ બોર્ડ એક્ઝામ લેવાશે. સ્ટુડન્ટ્સે ખૂબ મહેનત કરવાની છે. સ્ટુડન્ટ્સ પાસે હવે દોઢ મહિનાનો સમય છે. આ દોઢ મહિના દરમિયાન ખાસ કરીને 12th બોર્ડને લગતા કેટલાક પ્રશ્નો પેરન્ટ્સ, સ્ટુડન્ટ્સના મનમાં ઊઠતા હશે. આ પ્રશ્નોનો ઉકેલ અહીં 9 ગ્રાફિકમાં આપવાનો પ્રયાસ કર્યો છે. આ બાબત તરફ આગળ વધીએ એ પહેલાં વર્તમાન સ્થિતિનો થોડો ચિતાર જાણીએ.
ઓનલાઈન એજ્યુકેશનની અસર
છેલ્લા લાંબા સમયથી ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે. એેને કારણે સ્ટુડન્ટ્સને લખવાની ટેવ રહી નથી. લખવાની ટેવ હોય તોપણ રાઈટિંગ સ્પીડ નથી રહી. એક સમય હતો કે સ્ટુડન્ટ્સ સ્કૂલથી ઘરે પહોંચે ત્યારે પેરન્ટ્સ બાળક સાથે ચર્ચા કરતા. સ્કૂલમાં શું કરાવ્યું, હોમવર્ક કર્યું કે નહીં, પણ ઓનલાઈન એજ્યુકેશનમાં સ્ટુડન્ટ્સ-પેરન્ટ્સ અને પેરન્ટ્સ-ટીચર્સ વચ્ચે કોમ્યુનિકેશન નથી રહ્યું. નિષ્ણાતો કહે છે, ઓનલાઈન એજ્યુકેશન કહેવા પૂરતું એજ્યુકેશન છે. કોરોનાએ એજ્યુકેશન સિસ્ટમનું રૂપ બદલી નાખ્યું, પણ આમાંથી બહાર નીકળવું પડશે. સ્ટુડન્ટ્સે 'ચોટલી બાંધીને' મહેનત કરવી પડશે. પેરન્ટ્સે પણ ગંભીર બનવું પડશે.

ગ્રાફિક્સ : વિનોદ પરમાર

અન્ય સમાચારો પણ છે...