લોકડાઉન 2.0:ગુજરાતમાં અને ગુજરાત બહાર જવાનો પાસ કેવી રીતે મેળવશો? જાણો આખી પ્રોસેસ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં અને ગુજરાત બહાર જવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેના માટે રાજ્ય સરકારે digitalgujarat.gov.in પોર્ટલ તૈયાર કર્યું છે. આ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે. જેમાં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કર્યાં બાદ નામ, મોબાઈલ નંબર, આઈડી પ્રૂફ અને ટ્રાન્સપોર્ટેશન અંગેની વિગતો ભરવી પડશે. આ પાસ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા અંગે ગુજરાત પોલીસે ટ્વિટ પણ કર્યું છે.

જ્યારે મહારાષ્ટ્રથી ગુજરાત આવવા અને ગુજરાતથી મહારાષ્ટ્ર જવા માટેના હેલ્પલાઈન નંબર અંગે એડિશનલ DGP હસમુખ પટેલે ટ્વિટ કર્યું છે.

કેવી રીતે કરી શકાશે એપ્લિકેશન?
>> ગુજરાત સરકારના Digital Gujarat Portal પર જવાનું રહેશે
>>  ત્યારબાદ રજિસ્ટ્રેશન કરવું પડશે
>> રજિસ્ટ્રેશન કર્યા બાદ બિઝનેસ અર્થે બહાર જવું હોય તો Lock Down Exemption Pass પર ક્લિક કરવું
>> જો અન્ય રાજ્યમાં કે વતન જવા માટે મુસાફરી કરવી હોય તો Lock Down Exemption Pass for inter-state પર ક્લિક કરવું
>> ક્લિક કર્યાં બાદ તમારું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અને જ્યાં જવું હોય તે રાજ્યનું નામ જેવી વિગતો ભરવાની રહેશે
>> ઓનલાઇન અરજીમાં જે વાહનથી જવું છે તેનો નંબર ફરજીયાત લખવો પડશે અને રૂટની વિગતો ભરવી પડશે
>> ત્યાર બાદ રિટર્ન જર્ની તથા અન્ય વ્યક્તિઓ હોય તો તેમના નામ અને ઓળખ સહિતની વિગત એડ પેસેન્જરમાં ભરવી
>> ડ્રાઈવિંગ લાયસન્સ, ઈલેક્શન કાર્ડ, આધાર કાર્ડમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવું અથવા નંબર નાંખવા પડશે

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે
>>શરદી, તાવ કે ઉધરસ તથા અન્ય કોઇ ગંભીર બીમારીના લક્ષણો હશે તો પરવાનગી આપવામાં આવશે નહીં. જે સંપૂર્ણ સ્વસ્થ લોકો હશે તે જ જઇ શકશે
>>ગુજરાતના લોકોને પરત લાવવાની કામગીરી 15 દિવસમાં પૂર્ણ કરાશે
>>નોડલ અધિકારીઓ દ્વારા ગુજરાતના લોકોને પરત લાવવા માટે પ્રોસેસ હાથ ધરાશે અને આ કામગીરી આગામી 10થી 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. 
>>કોઇએ ઉતાવળ કરીને તાત્કાલિક કલેક્ટર કે મામલતદાર કચેરીએ જવાની જરૂર નથી. આ માટે પોર્ટલ પર લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે તે ગ્રૂપ દ્વારા ભરવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...