સાયબર ક્રાઈમ સામે સાવચેતી:કપડા ટ્રાય કરતા પહેલા ટ્રાયલરૂમમાં ક્યાંય હિડન કેમેરા તો નથીને? આ રીતે શોધી કાઢો, અમદાવાદ પોલીસની અપીલ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો માનવજાત સંવેદનશીલ નથી. જો હોત તો દેશભરના ટ્રાયલ રૂમોની બહાર લાગેલા કેમેરા અત્યારસુધીમાં હટી ગયા હોત. 5 વર્ષ પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ફેબ ઇન્ડિયા સ્ટોરમાં એક હિડન કેમેરા પકડ્યો હતો. પરંતુ તેના કરતા વધારે શરમમાં મૂકતી બાબત એ છે કે, હજુ પણ આપણે મહિલાઓનો વિનયભંગ કરાવતી આ મુશ્કેલીનો ઉકેલ લાવી શક્યા નથી. શોપિંગ મોલ, શો રૂમ કે દુકાનના ચેન્જીંગ રૂમમાં લાગેલા હિડન કેમેરા અંગે આજે અમદાવાદ પોલીસે એક ટ્વિટ કર્યું છે. જેમાં ટ્રાયલ રૂમ વાપરતા પહેલા કઈ બાબતનું કેવી રીતે ધ્યાન રાખવું તે અંગે એક સ્કેચ દ્વારા સમજાવ્યું છે.

1.મિરર પાછળ મુકેલા કેમેરાને આ રીતે ઓળખો
મિરરમાં હિડન કેમેરા ચેક કરવા માટે સૌ પ્રથમ મિરર પર એક આંગળી મુકો. જો તમારી આંગળી અને મિરરમાં દેખાતી આંગળીની વચ્ચે ગેપ રહેતો હોય તો મિરર (અરીસો) ઓરિજિનલ છે. પરંતુ જો એમાં ગેપ ના દેખાય તો અને એ જોડાયેલી રહે તો સમજવું કે પાછળ બધું દેખાય છે. એવું પણ બને કે ત્યાં કેમેરા લગાવેલો હોય અને બધુ રેકોર્ડ થતું હોય.

2.તમામ લાઈટ્સ બંધ કરીને રૂમ ચેક કરો
ટ્રાયલ રૂમમાં જાઓ ત્યારે તમામ લાઈટ્સ બંધ કરીને રૂમને ચેક કરી લો. જુઓ ક્યાંય કોઈ લાલ કે લીલી લાઈટ તો નથી દેખાતી. જો આવી કોઈપણ પ્રકારની લાઈટ દેખાય તો સમજી જાઓ કે રૂમમાં ક્યાંક હિડન કેમેરા છે.

3. અવાજ પરથી પણ હિડન કેમેરા પકડી શકો
જો ચેન્જિગ રૂમમાં કોઈ અવાજ આવતો હોય તો એને ધ્યાનથી સાંભળો કેટલાક કેમેરા બહુ સેન્સેટિવ હોય છે અને એક્ટિવિટી થતાં જાતે જ ઑન થઈ જાય છે. એને એના અવાજથી શોધી શકાય છે.

4.મિત્રને કોલ કરો એટલે કામ થઈ જશે
ટ્રાયલરૂમ કે બાથરૂમમાં જઈને મોબાઈલ નેટવર્ક ચેક કરો. જો તમારા ફોનનું નેટવર્ક ના પકડાય કે અંદર જઈને ફોન ના લાગે તો સમજી લો કે રૂમમાં હિડન કેમેરા છે.

5.કેમેરાને થોડો ઠપકારો તો ખોંખારો ખાશે
ટ્રાયલરૂમમાં લાગેલા મિરરને હાથ દ્વારા ઠપકારો તેમાંથી ખાલી ડબ્બા જેવો અવાજ આવી રહ્યો હોય તો સમજો કે તેની પાછળ કેમેરા લાગેલો છે અને ત્યાંથી તમને કોઇ જોઇ શકે છે.

6.હવે એપ પણ હિડન કેમેરા શોધી લેશે
હિડન કેમેરા શોધવા માટેની સૌથી સરળ રીત છે તમારો સ્માર્ટ ફોન. પોતાના મોબાઈલ દ્વારા જ તમે ખૂબ સરળતાથી કોઈપણ એરિયામાં હિડન કેમેરા વિશે જાણી શકો છો અથવા તેને શોધી શકો છો. તેને માટે તમારે પોતાના મોબાઈલમાં એક એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. તમારે તમારા ફોનમાં હિડન કેમેરા ડિટેક્ટર એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. એપ્લીકેશનને એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.

કઈ કઈ જગ્યાઓ પર અને કેવી રીતે લગાવ્યો હોય હિડન કેમેરા
સામાન્ય રીતે હિડન કેમેરા છૂપાવવા માટેની કેટલીક નિશ્ચિત જગ્યાઓ હોય છે. તેનું કારણ આ જગ્યાઓ પર સામેવાળા વ્યક્તિનું વધુ ધ્યાન નથી હોતું અને શંકા પણ જતી નથી. જેમ કે એર ફિલ્ટર, પુસ્તકનો સેલ્ફ, સ્મોક ડિટેક્ટર્સ, ઇલેક્ટ્રિકલ આઉટલેટ્સ, સ્ટફ્ડ ટૈડી બિયર્સ, ડીવીડી કેસ, સોફાના કુશન, ટેબલ ટોપ અને તિજોરી, દરવાજાના હોલ, રૂમની છત, બાથરુમમાં ગિઝર, શેમ્પૂની બોટલ, શાવર કે પછી લાઇટની પાછળના ભાગમાં આવા કેમેરા ફીટ કરી દેવામાં આવે છે. સામાન્ય રીતે આ જગ્યાઓ પર કોઈ વ્યક્તિ વધારે ધ્યાનપૂર્વક જોતું નથી તેના કારણે મહિલાઓ હિડન કેમેરાનો શિકાર બને છે.

અન્ય સમાચારો પણ છે...