વીડિયો:પરીક્ષામાં નાપાસ થયેલાં વિદ્યાર્થીઓને કેવી રીતે સ્વીકારવા?, 16 વર્ષના છોકરાએ નાના મોઢે મોટી વાત કહી સમજાવ્યું

23 દિવસ પહેલા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. જેમાં છોકરાઓ કરતાં છોકરીઓનું પરિણામ વધુ આવ્યું છે, પણ ધોરણ 10ની પરીક્ષામાં કેટલાય વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ નાપાસ થયેલાં વિદ્યાર્થીઓ માટે અમદાવાદના જયવીર મોરીએ નાના મોઢે મોટી વાત કરી છે. ધોરણ 10માં નાપાસ થયેલાં વિદ્યાર્થીઓ નિરાશ ના થાય એ માટે જયવીરે એક વીડિયો બનાવ્યો છે જેમાં તે કહે છે કે, ગઈકાલે આવેલું પરિણામ માત્ર ધોરણ 10નું પરિણામ છે અમારા જીવનનું પરિણામ નથી. ભલે અમે નાપાસ થયા હોય, પણ આ તો અમારા જીવનની શરૂઆત છે અને જીવનની શરૂઆતમાં અમારે જીવન ટૂંકાવવું પડે એવી નજરે મારી સામે ના જુઓ. પાસ થયેલાં વિદ્યાર્થીઓને તો બધા સ્વીકારે છે, પણ અમારા જેવા નાપાસ થયેલા વિદ્યાર્થીને સારી નજરે જોતાં શીખો, સમજો અને સ્વીકારો. હા હું નિરાશ થયું અને નાપાસ થયો છું તેવું બોલી શકું એવું વાતાવરણ મને આપો અને સ્વીકારો.

અન્ય સમાચારો પણ છે...