તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૉટર ઑડિટ રિપોર્ટ:ગુજરાતમાં કેટલું ‘પાણી’!; 65 જળાશયમાં 10%થી ઓછું પાણી, સરદાર ડેમમાં 1 મહિનામાં જળસપાટી 9 મીટર ઘટી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ડોડી ડેમ હાલ માત્ર 1% જેટલો જ ભરેલો છે. - Divya Bhaskar
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ડોડી ડેમ હાલ માત્ર 1% જેટલો જ ભરેલો છે.
  • રાજ્યમાં અત્યારસુધી 14.63% વરસાદ થયો છે
  • આગામી 5 દિવસમાં સારા વરસાદની શક્યતા નહીંવત્
  • વાવણી બાદ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નથી
  • સરદાર સરોવરમાં 42% પાણી, અમરેલી જિલ્લાનાં બે જળાશય સંપૂર્ણ ભરાયેલાં
  • ગત જૂન મહિનાના અંતમાં રાજ્યનાં જળાશયોમાં 45.67% જળસંગ્રહ હતો
  • રાજ્યના 207 ડેમમાંથી 118માં 25%થી ઓછું પાણી, ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું પાણી
  • ઉત્તર-કચ્છમાં 25%થી ઓછું પાણી, મધ્યમાં 44%થી વધારે

જુલાઈનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યમાં 14.63% ટકા વરસાદ થયો છે. ગત વર્ષના જૂન મહિનામાં 14.71% વરસાદ થયો હતો. રાજ્યનાં 206 જળાશયમાં 39% જળસંગ્રહ છે. માત્ર બે ડેમો જ સંપૂર્ણ ભરેલા છે. બન્ને જળાશય અમરેલી જિલ્લાનાં છે. 65 જળાશયમાં 10%થી ઓછું પાણી છે, જ્યારે 118માં 25%થી પણ ઓછું પાણી છે. સરદાર સરોવરમાં 43% જળસંગ્રહ છે. સરદાર સરોવરમાં છેલ્લા એક મહિનામાં જળસપાટી 9.24 મીટર ઘટી છે. હાલમાં સપાટી 113.12 મીટર છે. ગત 5 જૂને સપાટી 122.36 મીટર હતી. 6 જળાશયમાં જ 80%થી વધારે પાણી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં 25%થી ઓછો જળસંગ્રહ છે, મધ્ય ગુજરાતમાં 44%થી વધારે અને દક્ષિણ ગુજરાતમાં 40% પાણી છે. સૌરાષ્ટ્રમાં 31% સંગ્રહ છે. સૌથી ઓછો જળસંગ્રહ ધરાવતા જિલ્લાઓમાં બનાસકાંઠા 7%, ખેડા 4% અને દેવભૂમિ દ્વારકા 2.54% છે. ગત વર્ષે 3 જુલાઇ સુધી 45.67% જળસંગ્રહ હતો.

હવામાન ખાતા મુજબ, આગામી 5 દિવસમાં સારા વરસાદની શક્યતા નહીંવત છે. વાવણી બાદ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો ન હોવાથી ખેડૂતો ચિંતામાં છે. જો એક સપ્તાહમાં સારો વરસાદ ના પડે તો પાક નિષ્ફળ જવાનો પણ ભય છે. છેલ્લાં 30 વર્ષમાં સૌથી વધારે 50 ઇંચ વરસાદ 1994માં, જ્યારે સૌથી ઓછો 18 ઇંચ વરસાદ 2000માં થયો હતો. ગત વર્ષે કુલ વરસાદના 58 ટકા વરસાદ એકલા ઑગસ્ટ મહિનામાં જ પડી ગયો હતો. 2005, 2006 અને 2007 એમ સતત 3 વર્ષ સતત 40 ઇંચથી વધારે વરસાદ થયો હતો. સામાન્ય રીતે એક સારા ચોમાસા બાદ બે ચોમાસાં નબળાં જાય છે.

ઝોનવાઇઝ ડેમોમાં જળસંગ્રહ અને વરસાદની સ્થિતિ

વિસ્તારકુલ ડેમપૂર્ણ ભરેલાજળસંગ્રહવરસાદ
ઉત્તર ગુજરાત15024.19%12.91%
મધ્ય ગુજરાત17044.91%15.11%
દક્ષિણ ગુજરાત13039.96%16.29%
સૌરાષ્ટ્ર141231.31%12.17%
કચ્છ20024.24%12.62%
સરદાર સરોવર1-41.93%-
કુલ207238.87%14.63%

5 વર્ષના આંકડા - કયા મહિનામાં કેવો વરસાદ? (ઇંચમાં)

વર્ષ20202019201820172016
ટકાવારી136.85%146.17%76.73%112.18%91.17%
જૂન54351
જુલાઇ9915219
ઑગસ્ટ261867.511
સપ્ટેમ્બર513.51.52.54
ઑક્ટોબર0.721.52.254

રાજ્યનાં મોટાં જળાશયોમાં પાણીની અત્યારે આ સ્થિતિ

જિલ્લોજળાશયજળસંગ્રહ
બનાસકાંઠાદાંતીવાડા9.12%
નર્મદાકરજણ42.22%
મહેસાણાધરોઇ32.64%
પંચમહાલપાનમ44.41%
મહીસાગરકડાણા47.26%
તાપીઉકાઈ40.77%
ભાવનગરશેત્રુંજી64.53%
રાજકોટભાદર21.78%

​​​​​​​માત્ર 6 જળાશયમાં જ 80%થી વધારે પાણી

સ્થિતિડેમની સંખ્યા
90%થી વધુ ભરેલા3
80%થી 90% વચ્ચે3
70%થી 80% વચ્ચે5
70%થી નીચે195
50%થી નીચે176
25%થી નીચે118
10%થી નીચે65

​​​​​​​(સંદર્ભઃ નર્મદા, જળસંપત્તિ વિભાગ અને સ્ટેટ કંટ્રોલ રૂમ)

8 વર્ષ 40 ઇંચથી વધારે વરસાદ

વર્ષવરસાદ
199450 ઇંચ
200546 ઇંચ
200649 ઇંચ
200745 ઇંચ
201042 ઇંચ
201347 ઇંચ
201947 ઇંચ
202045 ઇંચ

​​​​​​​5 વર્ષ 24 ઇંચથી પણ ઓછો વરસાદ

199121 ઇંચ
199920 ઇંચ
200018 ઇંચ
200221 ઇંચ
201223 ઇંચ

​​​​​​​