તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાગરિકો નિયમ સમજે:હોમગાર્ડ જવાન પાસે દંડ લેવા કે વાહન ચેકીંગની કોઈ સત્તા નથી, ફક્ત જવાબદાર પોલીસને મદદ જ કરી શકે છે

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • કૉપી લિંક
  • હોમગાર્ડ પાસે કોઈ પણ કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી નથી
  • હોમગાર્ડ જવાનોએ પોલીસ સાથે રહી અને કામગીરી કરવાની હોય છે

શહેરમાં પોલીસકર્મીઓ તોડબાજી કરતાં હોવાના કિસ્સા સામે આવતા હોય છે જેના કારણે પોલીસ વિભાગ બદનામ થયો જ છે પરંતુ હવે હોમગાર્ડ વિભાગ પણ બદનામી તરફ જઈ રહ્યો છે. ગુજરાત હોમગાર્ડના જવાનો લોકોને ખોટી ધમકીઓ આપી અને પૈસાનો તોડ કરતા હોવાના કિસ્સા સામે આવે છે ત્યારે Divyabhaskar આપને જણાવી રહ્યું છે કે ખાખી વરદી પહેરેલા હોમગાર્ડ જવાનો પાસે કઈ કઈ સત્તાઓ છે અને તેઓનુ ખરેખર કામ શું હોય છે.

પોલીસ કહે ત્યારે જ હોમગાર્ડ વાહનની ચેકિંગ કરી શકે
અમદાવાદ જિલ્લા કમાન્ડન્ટ અશોક પટેલે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હોમગાર્ડ જવાનોએ પોલીસ સાથે રહી અને કામગીરી કરવાની હોય છે. પોલીસ દ્વારા જે રીતે કામ સોંપવામાં આવે તે પોઈન્ટ પર ફરજ બજાવવાની હોય છે. તેઓની પાસે દંડ લેવાની કે વાહન ચેકિંગની સત્તા નથી પરંતુ જો પોલીસ સાથે હોય અને તેઓ વાહનને ચેક કરતા હોય ત્યારે કરી શકે છે. કોઈ વ્યક્તિ કે ગાડી શંકાસ્પદ લાગે તો તેણે પોલીસકર્મી અથવા પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરી શકે છે. હોમગાર્ડ પાસે કોઈ પણ કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી નથી. દિવસે હોય કે રાતે જે પોઇન્ટ પર ફરજ આપવામાં આવે છે ત્યાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરવાની હોય છે.

હોમગાર્ડ પાસે દંડ લેવાની કે વાહન ચેકિંગની સત્તા નથી
હોમગાર્ડ પાસે દંડ લેવાની કે વાહન ચેકિંગની સત્તા નથી

પોલીસ-હોમગાર્ડ બંને તોડબાજીની ભાગ બટાઈ કરી લે છે
અમદાવાદમાં ખાસ કરીને રાતે આવા તોડબાજીના કિસ્સા સામે આવતાં હોય છે. જો કે હોમગાર્ડ જવાનો નાના નાના તોડબાજી કરતા હોય છે અને પોઈન્ટ પર હાજર પોલીસનો પણ તેમાં ભાગ રાખતાં હોય છે. પોલીસ અને હોમગાર્ડ બંને તોડબાજીની ભાગ બટાઈ કરી લે છે.

ગુજરાત પોલીસ અને હોમગાર્ડના બેઝનો તફાવત આ તસવીરથી સમજો
ગુજરાત પોલીસ અને હોમગાર્ડના બેઝનો તફાવત આ તસવીરથી સમજો

NRI પાસેથી રૂ.18 હજારની રોકડ અને દારૂની બોટલ પડાવી લીધી હતી
તાજેતરમાં જ ઇસનપુર વિસ્તારમાં ત્રણ હોમગાર્ડ જવાનોએ યુવક પાસેથી રૂ. 9000 પડાવ્યાની ઘટના તાજી છે ત્યાં અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પાસે ભરબપોરે બે હોમગાર્ડના જવાનોએ NRI પાસેથી રૂ.18 હજારની રોકડ અને વિદેશી દારૂની બે બોટલ પડાવી લીધી હતી. સનગલાસ અને ઈયરપોડ પણ લઈ લીધા હતા. ઊંઝાના NRIએ રૂબરૂ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળી રજૂઆત કરી હતી. ઝોન 5 ડીસીપીને અરજી આપ્યા બાદ 1 મહિનાની તપાસના અંતે રામોલ પોલીસ સ્ટેશનમાં બંને હોમગાર્ડ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

ગુજરાતમાં રાજ્યના સ્થાપના સમયથી હોમગાર્ડ કાર્યરત છે
ગુજરાતમાં રાજ્યના સ્થાપના સમયથી હોમગાર્ડ કાર્યરત છે

6 ડિસેમ્બર 1947માં મુંબઈમાં સૌથી પહેલા હોમગાર્ડની સ્થાપના થઈ
ગુજરાત પોલીસમાં મહેકમ અત્યારે ઓછું છે અને પોલીસની મદદ માટે 6 ડિસેમ્બર 1947ના રોજ મુંબઈમાં ગૃહ રક્ષક દળ (હોમગાર્ડ)ની સ્થાપના કરવામાં આવી હતી.ગુજરાતમાં રાજ્યના સ્થાપના સમયથી આ દળ કાર્યરત છે. સમાજના વિવિધ વર્ગના જાગૃત નાગરિકો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસને મદદરૂપ થાય તેમ જ કુદરતી અને માનવસર્જિત આપત્તિમાં લોકોને વ્યવસ્થિત રીતે સહાયભૂત થાય તે માટે હોમગાર્ડઝની સ્થાપના કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...