તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Hotel restaurants In Ahmedabad That Do Not Maintain Social Distance Are Closed Again; Proceedings In Areas Including Happy Street, Jodhpur, Paldi

AMCની કાર્યવાહી:અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતી હોટેલ-રેસ્ટોરાં ફરી બંધ કરાવાઈ; હેપી સ્ટ્રીટ, જોધપુર, પાલડી સહિતના વિસ્તારોમાં કાર્યવાહી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહાનગરપાલિકાના અધિકારીઓએ સરપ્રાઇઝ ચેકિંગ કરી કાર્યવાહી હાથ ધરી હતી - Divya Bhaskar
મહાનગરપાલિકાના અધિકારીઓએ સરપ્રાઇઝ ચેકિંગ કરી કાર્યવાહી હાથ ધરી હતી
  • 50 ટકાથી વધુ ગ્રાહક બેસાડનારી હોટેલો સામે આજે પણ પગલાં લેવાશે

કોરોનાના કેસ વધતાં હોવા છતાં હોટેલ અને રેસ્ટોરાંમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ન હોવાથી મ્યુનિ.ની ટીમો રવિવારે પણ સરપ્રાઈઝ ચેકિંગ કરી હોટેલ, રેસ્ટોરાં બંધ કરાવવા સહિતના પગલાં લેશે. શનિવારે લૉગાર્ડનમાં આવેલી હેપી સ્ટ્રીટ, જોધપુર, પાલડી, અેસજી હાઈવે, વસ્ત્રાપુર, નારણપુરા સહિતના વિસ્તારોમાં હોટેલ-રેસ્ટોરાં સામે પગલાં લેવાયા હતા.

વેઇટિંગ ન થવા દેવા હોટલને સૂચના
હોટેલ-રેસ્ટોરાંને તેમની કેપેસિટીના 50 ટકા ગ્રાહકો બેસાડવાની તેમજ હોટેલ બહાર વેઈટિંગ ન થવા દેવાની સૂચના આપવામાં આવી છે. સોલિડ વેસ્ટ વિભાગે આ નિયમોનું પાલન થાય છે કે નહીં તે ચેક કરવા શનિવારે ઝુંબેશ હાથ ધરી હતી. જે રવિવારે પણ ચાલુ રાખવામાં આવશે. શનિ અને રવિમાં જ હોટેલ, રેસ્ટોરાંમાં સૌથી વધુ ભીડ થતી હોય છે.

કોરોનાની ગાઇડલાઇન પાલન કરવું પડશે
જે હોટેલ-રેસ્ટોરાં સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઈનનું પાલન નહીં કરે તેમને પહેલાં સમજાવવામાં આવશે છતાં કોઈ ફરક ન પડે તો પગલાં લેવાશે. મ્યુનિ.એ હોટેલમાં આવતાં ગ્રાહકોએ પહેરેલું માસ્ક મૂકવા માટે એક કવર આપવાની તેમજ ગ્રાહકના ગયા પછી માસ્ક સાથેના આ કવરનો નિકાલ કરવા માટે અલગ ડસ્ટબિન રાખવાની પણ સૂચના આપી હતી. તાજેતરમાં મ્યુનિ.એ અનેક વિસ્તારમાં રેસ્ટોરાં, ખાણીપીણી બજાર બંધ કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...