તોલમાપ વિભાગની કાર્યવાહી:રૂ.50ની પાણીની બોટલના 64 વસૂલનારી પાંજરાપોળ પાસેની હોટેલને 14 હજાર દંડ

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના તોલમાપ ખાતાએ એમઆરપીથી વધુ કિંમત વસૂલતા અને વજન નહીં દર્શાવતા એકમો સામેની ઝુંબેશમાં અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પાસે આવેલી હોટેલ લિજન્ડ ઓફ પંજાબમાં તપાસ દરમિયાન મિનરલ વોટરની બોટલ પર રૂ.50ની એમઆરપી હોવા છતાં રૂ.64 વસૂલાતા હોવાનું અને મેનુકાર્ડમાં વાનગીની સામે કિંમતની સાથે તેનું વજન દર્શાવ્યું ન હોવાથી હોટેલને 14 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

તોલમાપ ખાતાના અધિકારીની અલગ અલગ ટીમે કરેલી તપાસ દરમિયાન ગાંધીનગરના કુડાસણ ખાતેની સત્યમ્ શિવમ્ સુંદરમ્ દુકાનમાં હોઝિયરીનાં પેકેટ પર ભાવમાં ચેકચાક જોવા મળી હતી. આથી વધુ ભાવ વસૂલવા બદલ પ્રોસિક્યુશન કેસ કરાયો હતો.

ઉપરાંત મહેસાણામાં કરિયાણાનો વેપારી સૂકા મેવામાં ઓછું વજન આપતો હતો. સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાં ચોખાનું ઓછું વજન રખાતું હતું, જ્યારે દૂધ પાર્લર પર એમઆરપી કરતાં વધુ ભાવ લેવા તેમ જ ઇલેક્ટ્રોનિક વેઇંગ સ્કેલ નહીં રાખવા જેવા નિયમોના ભંગ બદલ 6 એકમોને 30 હજારનો દંડ ફટકારાયો હતો.

અન્ય સમાચારો પણ છે...