તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોટલ ઉદ્યોગને ફટકો:જો આ જ સ્થિતિ રહી તો ઇન્ડસ્ટ્રીઝના લોકો ગુનેગાર બની જશે અને બેરોજગારી તે માટે જવાબદાર હશે: નરેન્દ્ર સોમાણી

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • ઘર ચલાવવા વેપારીઓ પોતાનું ફર્નિચર વેચી રહ્યા છે, તો હવે કોઈ ભાડું પણ માફ નથી કરતું
  • હોટેલ રેસ્ટોરન્ટ 40 ટકા બંધ થઈ ગઈ આજ સ્થિતિ રહી તો વધુ 25 ટકા વેપાર બંધ થઈ જશે
  • કોરોનાનાં કારણે ગુજરાતમાં હોટલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝને 5 હજાર કરોડનું નુકશાન થયું

કોરોનાએ ભલભલાની કમર તોડી નાખી છે. કોઈને કોરોનાનાં રોગથી તો કોઈને કોરોનાનાં કારણે લાગેલી પાબંધીથી પાયમાલી તરફ જવાનો વારો આવ્યો છે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ અને ટીજીબીના માલિક નરેન્દ્ર સોમણીએ જણાવ્યું કે, હાલ અમારી ઇન્ડસ્ટ્રીઝમાં 40 ટકા બિઝનેસ કોરોનાના કારણે બંધ થઈ ગયા છે. જો આજ સ્થિતિ રહેશે તો આવનારા સમયમાં વધુ 25 ટકા વેપાર બંધ થઈ જશે. આ બેરોજગરીના કારણે હવે લોકો ગુનેગાર બની શકે છે અને ઘણા કેસમાં ગુનેગારીના મૂળમાં બેરોજગારી છે. લોકોને ઘર ચલાવવા માટે ફર્નિચર વેચવાનો વારો આવ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીઝને 5000 કરોડનું નુકશાન થઈ ચૂક્યું છે.

અગાઉ ભાડું માફ થતું, હવે પૂરેપૂરુ વસૂલાય છે
હોટલ અને રેસ્ટોરેન્ટ એસોસિયેશન પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાને કારણે 1 વર્ષમાં 30થી 40 ટકા હોટલ અને રેસ્ટોન્ટ બંધ થઈ ગયા છે. હોટલ માલિકો નુકસાન કરીને ફર્નિચર પણ વેચી રહ્યા છે. અગાઉ ભાડું માફ કરવામાં આવતું કે ઓછું લેવામાં આવતું હતું. હવે તો પૂરેપૂરુ ભાડું લેવામાં આવે છે અને સરકારી ટેક્ષ પણ એડવાન્સમાં લેવામાં આવે છે. હજુ પણ 20થી 25 ટકા હોટલ બંધ થવાની શક્યતા છે. સમગ્ર ગુજરાતમાં 5 સ્ટાર હોટલના ઢાબા સુધીની 40,000 હોટલ છે જેમને 5000 કરોડની નુકસાન 1 વર્ષ દરમિયાન થયું છે.

હોટલ-રેસ્ટોરન્ટ બંધ થશે તો ગુનેગારો પણ વધશે
હોટલ-રેસ્ટોરન્ટ બંધ થશે તો ગુનેગારો પણ વધશે

સરકાર ધ્યાન નહીં આપે તો બેરોજગારી વધશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાત્રે 9થી 11 છૂટછાટ આપવામાં આવે તો કોરોના કેવી રીતે વધી શકે? અન્ય ઉદ્યોગો પણ ચાલી જ રહ્યા છે તેમાં કોરોના નથી આવતો તો હોટલમાં સાથે બેસવાથી કોરોના કેવી રીતે ફેલાશે. સરકાર આ મામલે ધ્યાન નહિ આપે તો બેરોજગારી વધશે. હોટલ-રેસ્ટોરન્ટ બંધ થશે તો ગુનેગારો પણ વધશે. અમદાવાદમાં બેરોજગારીને કારણે અનેક ગુના થઈ રહ્યા છે. તો હજુ બેરોજગારી આવે તો ગુના વધશે.

રાત્રિ કર્ફ્યૂને કારણે ધંધા પર 60 ટકા અસર પડી
રાત્રિ કર્ફ્યૂને કારણે ધંધા પર 60 ટકા અસર પડી

100 રૂપિયાનો ધંધો 20 રૂપિયા પર આવી ગયો
અન્ય હોટલ માલિક જગદીશ પુરોહિતે જણાવ્યું હતું કે, અત્યારે 100 રૂપિયાનો ધંધો 20 રૂપિયા પર આવી ગયો છે. કોરોના અગાઉ તેમને હોટલ સિવાય કેફે ખોલવા પણ તૈયારી કરી હતી જેમાં 8 લાખનો ખર્ચ કર્યો અને 9 મહિના ભાડું ભર્યું છતાં દુકાન બંધ રાખી છે અને હજુ સ્થિતિ સુધરી નથી જેથી કેફે ખોલવાનો નિર્ણય બદલી નાખ્યો છે. રાત્રિ કર્ફ્યૂને કારણે ધંધા પર 60 ટકા અસર પડી છે. વેપારીઓ વ્યાજ ભરતા થઈ ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો