8 ખાનગી હોસ્પિટલની દાદાગીરી:AMCએ આપેલા ભાડાના વેન્ટિલેટરથી લાખો કમાયેલી હોસ્પિટલો હવે ભાડું ચૂકવતી નથી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કેટલીક હોસ્પિટલોએ વેન્ટિલેટર ખરાબ હોવાનું બહાનું મ્યુનિ.ને આપ્યું
  • બે હોસ્પિટલને મ્યુનિ.એ નોટિસ આપી તો ભાડું માફ કરવા દયા અરજી કરી

કોરોનાકાળ દરમિયાન શહેરમાં વેન્ટિલેટર ખૂટી પડ્યા હતા ત્યારે અમદાવાદ મ્યુ. કોર્પો.એ 18થી વધુ ખાનગી હોસ્પિટલોને વેન્ટિલેટર ભાડે આપ્યા હતા અને હવે જ્યારે વેન્ટિલેટરનું ભાડું ચૂકવવાનું આવ્યું, ત્યારે ખાનગી હોસ્પિટલો અવનવા બહાનાં કરી ભાડું માફ કરવા મ્યુનિ.ને વિનંતી કરી રહી છે, તો કેટલીક હોસ્પિટલો રૂપિયા ના ચૂકવવા પડે તે માટે રાજકીય દબાણ લાવી રહી છે.

શહેરની ખાનગી હોસ્પિટલોએ જરૂરિયાત મુજબ મ્યુનિ. પાસેથી વેન્ટિલેટર ભાડે લીધા હતા, જે પૈકી હજુ આઠ હોસ્પિટલે મ્યુનિ.ને વેન્ટિલેટરનું ભાડું ચૂકવ્યું નથી પરંતુ હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી લાખો વસૂલ્યા હતા.

મ્યુનિ.ને આઠ હોસ્પિટલ પાસેથી 36.61 લાખ વેન્ટિલેટરનું ભાડું લેણું નીકળે છે. નિકોલ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનું 474 દિવસનું ભાડું બાકી છે. આ સિવાય આરના હોસ્પિટલે તો હજુ સુધી બે વેન્ટિલેટર પાછા પણ આપ્યા નથી. મ્યુનિ.એ હોસ્પિટલોને નોટિસ મોકલી ત્યારે જ ભાડું માફ કરવા દયા અરજી કરી છે. કેટલીક હોસ્પિટલોએ વેન્ટિલેટર ખરાબ હોવાનું બહાનું બતાવી ભાડું ચૂકવ્યું નથી.

એક હોસ્પિટલનું 474 દિવસનું ભાડું ચઢ્યું છે

હોસ્પિટલકેટલા વેન્ટિલેટરકેટલા દિવસબાકી રકમ
નિકોલ મલ્ટિ સ્પેશિયાલિટી14744.74 લાખ
રાબડિયા હોસ્પિટલ23236.46 લાખ
શેલ્બી (નરોડા)13213.21 લાખ
એપોલો હોસ્પિટલ (ભાટ)21462.19 લાખ
ડી.કે.પટેલ હોલ11802.70 લાખ
સાલ હોસ્પિટલ7261.82 લાખ
સાલ હોસ્પિટલ5311.55 લાખ
SMS હોસ્પિટલ41907.60 લાખ
SMS હોસ્પિટલ524.001.80 લાખ

નોંધ: આરના હોસ્પિટલે 2 વેન્ટિલેટર પાછા નથી આપ્યા.

અન્ય સમાચારો પણ છે...