અમદાવાદમાં ઓક્સિજનની અછત:હોસ્પિટલોમાં રોજના 40 ટન ઓક્સિજનની ઘટ છે; હજુ 80 ટકા દર્દીને ઓક્સિજનની જરૂર પડે છે

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સ્થિતિ રાબેતા મુજબ થતાં હજુ 10 દિવસ લાગશે

અમદાવાદમાં હજુ 10 દિવસ ઓક્સિજનની માગ ઘટશે નહીં. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દરરોજ આશરે 350 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ છે જેની સામે આશરે 310 ટન ઓક્સિન ઉપલબ્ધ થઈ રહ્યોં છે. એટલે દરરોજ આશરે 40 ટનથી વધુ ઓક્સિજનની ઘટ પડી રહી છે. દર્દીઓ ઘટી રહ્યાં હોવાના આંકડા આવી રહ્યાં છે તેમ છતા ઓક્સિજની માગમાં ઘટાડો થયો નથી તે બાબતે શહેરના સિનિયર ડૉક્ટરો કહે છે કે, હાલ 80 ટકા દર્દીઓ ઓક્સિનની જરૂરિયાતવાળા આવી રહ્યાં છે તે દર્દીઓમાં હજુ ઘટાડો થયો નથી. આવા દર્દીઓની તબિયતમાં સુધારો થતાં 10થી 15 દિવસ લાગશે. આ દરમિયાન ઓક્સિજનો ખૂબ વપરાશ થતો હોય છે.

તંગી રોકવા મ્યુનિ.એ બેકઅપ પ્લાન બનાવ્યો
એસવીપી, વી.એસ., શારદાબેન અને એલ.જી. હોસ્પિટલોમાં ઓક્સિજનના રોજેરોજના વપરાશ મુજબ લિન્ડે કંપનીમાંથી સપ્લાય થાય છે. જોકે આ તમામ હોસ્પિટલોની માગ પહેલાની સરખામણીએ ચારથી પાંચ ગણી વધી છે. આવી સ્થિતિમાં હોસ્પિટલોમાં ઓક્સિજન ખૂટી ના પડે તે માટે એએમસીએ બેકઅપ પ્લાન બનાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...