તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સાબરમતીમાં રેલવે કર્મચારીઓ માટે હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ, રેલવેની તમામ 129 હોસ્પિટલમાં નવી પદ્ધતિ અમલમાં

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવેના 11 લાખથી વધુ કર્મચારીઓને વિશેષ લાભ મળશે

રેલવેમાં પહેલીવાર 11.76 લાખ જેટલા કર્મચારીઓ માટે સાબરમતી રેલવે હોસ્પિટલ સહિત દેશની તમામ 129 રેલવે હોસ્પિટલો અને 586 આરોગ્ય કેન્દ્રોમાં હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ (એચએમઆઈએસ)ની શરૂઆત કરવામાં આવી છે.

આ નવી સુવિધાથી રેલવેના તમામ રજિસ્ટર્ડ થયેલા કર્મચારીઓેને પોતાના શહેરની રેલવે હોસ્પિટલ ઉપરાંત દેશની અન્ય કોઈ પણ રેલવે હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે. એ જ રીતે જો રેલવે કર્મચારી બીજા શહેરમાં હોય ત્યારે પણ તે જરૂરિયાત મુજબ ત્યાંની રેલવે હોસ્પિટલમાં પોતાનો મેડિકલ રિપોર્ટ ઓનલાઈન બતાવીને મેડિકલ સલાહ તેમજ દવા મેળવી શકશે.

હાલમાં રેલવેના 11.76 લાખથી વધુ કર્મચારીઓમાંથી 11.24 લાખથી વધુ કર્મચારીઓ આ યોજનાનો લાભ લેવા માટે રજિસ્ટર્ડ થયા છે, જેમાંથી 10.33 લાખ કર્મચારીઓના યુનિક મેડિકલ આઈડેન્ટિફિકેશન (યુએમઆઈડી) કાર્ડ તૈયાર થઈ ગયા છે. આ તમામ લોકોને આ સુવિધાનો લાભ મળી રહેશે. આ નવી સિસ્ટમ મેડિકલ સારવારની સાથે સંપૂર્ણ હોસ્પિટલને કવર કરશે, જેમાં આઉટડોર-ઇનડોર ઓપીડી, લેબોરેટરી તપાસ, બ્લડબેંક, ફાર્મસી, રેફરલ, મેડિકલ તપાસ તેમજ મેડિકલ ક્લેઈમ સહિત અન્ય તમામ સુવિધાઓ આવરી લેવાઇ છે. તેની સાથે જ મેડિકલ લાભાર્થીઓની સુવિધા માટે મેડિકલ એપ પણ તૈયાર કરાઇ છે, જેની મદદથી દર્દીઓ પોતાનો ઈલેક્ટ્રોનિક મેડિકલ રિપોર્ટ (ઈએમઆર) ગમે ત્યાં જોઈ શકે છે.

આ એપની મદદથી ટેલિમાર્ગદર્શન અને સલાહ મેળવવાની સાથે મેડિકલ લેબ રિપોર્ટ પણ જોઈ શકે છે. આ અગાઉની ચાલુ દવાઓની માહિતી પણ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...