સૌથી દર્દનાક ઘટના:મનુભાઈ વારંવાર માસ્ક કાઢી નાખતાં હોવાથી તેમના હાથ બાંધી રખાયા હતા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગની ઘટનામાં મૃતક મનુભાઈ રામીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
આગની ઘટનામાં મૃતક મનુભાઈ રામીની ફાઇલ તસવીર.
  • મનુભાઈ 83 વર્ષમાં પહેલીવાર હોસ્પિટલાઇઝ થયા હતાં

શ્રેય હોસ્પિટલની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 83 વર્ષીય મનુભાઈ રામીનાં પુત્રવધૂ રાજશ્રીબેન રામીએ જણાવ્યું કે, 24 જુલાઈએ તેમને કોરોના હોવાની જાણ થઈ હતી. 83 વર્ષમાં પહેલીવાર તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. અમને કહેવાયું હતું કે વારંવાર માસ્ક કાઢી નાખતા હોવાથી તેમના બંને હાથ બાંધી દેવામાં આવ્યા હતા. જો તેમના હાથ બાંધેલા ન હોત તો ચોક્કસ તેમનો જીવ બચી ગયો હોત.

રાજશ્રીબેન જણાવ્યું કે, મનુભાઈએ ઓફિસમાં ક્યારેય લિફ્ટનો ઉપયોગ કર્યો નથી, હંમેશાં દાદરા ચડીને જતા હતા. છતાં બેદરકારીના લીધે તેમણે જીવ ગુમાવ્યો. પરિવારજનોએ કહ્યું કે, જો હોસ્પિટલ સ્ટાફે હાથ બાંધ્યા ન હોત તો તેઓ આજે જીવતા હોત.

અન્ય સમાચારો પણ છે...