તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોકળગતિએ કામ:ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ શરૂ થયાના 8 દિવસ બાદ પણ પૂર્ણ ક્ષમતાથી શરૂ નથી થઈ શકી, 900 બેડની સામે 560 જેટલા બેડ કાર્યરત

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ - Divya Bhaskar
ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ
  • ધન્વંતરિ હોસ્પિટલમાં હજુ 340 જેટલા બેડનું કામકાજ બાકી છે.
  • હોસ્પિટલમાં તબીબો તથા મેડિકલ સ્ટાફની પણ અછત વર્તાઈ રહી છે.
  • રવિવારે હોસ્પિટલમાં 43 દર્દીઓને રજા અપાઈ અને 65 નવા દર્દીઓ દાખલ કરાયા.

ગુજરાત સહિત દેશભરમાં બીજી લહેરમાં કોરોનાનું ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. તેમાં પણ અમદાવાદ શહેરની વાત કરીએ તો મોટાભાગની સરકારી હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે. બેડના અભાવે દર્દીઓ હોમ આઈસોલેટ થઈને ઘરમાં સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ સરકાર પણ બેડની વધુ વ્યવસ્થા કરવામાં લાગી છે. હાલમાં જ GMDC ખાતે ગુજરાત સરકાર અને DRDOના સહયોગથી 900 બેડની ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ હતી. જોકે હોસ્પિટલ કાર્યરત કરાયાના 8 દિવસ થવા છતાં તે પોતાની 900 બેડની ક્ષમતા મુજબ કાર્યરત થઈ શકી નથી. ગઈકાલે સાંજની સ્થિતિએ હોસ્પિટલમાં માત્ર 560 બેડ જ કાર્યરત થઈ શક્યા હતા. એવામાં દર્દીઓ તથા તેમના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે હોસ્પિટલમાં 43 દર્દીઓને રજા અપાઈ હતી, જ્યારે 65 દર્દીઓને દાખલ કરાયા હતા.

ધન્વંતરિ હોસ્પિટલમાં હજુ 340 બેડનું કામ બાકી
હાલની સ્થિતિએ રાજ્યની મોટાભાગની હોસ્પિટલમાં બેડની અછત છે. અમુક હોસ્પિટલોમાં એકલ-દોકલ બેડ જ ખાલી રહ્યા છે. એવામાં DRDO તથા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ધન્વંતરિ હોસ્પિટલ પણ 8 દિવસથી કાર્યરત થઈ હોવા છતાં પૂર્ણ ક્ષમતા મુજબ 900 બેડ શરૂ કરી શકી નથી. તબીબો તથા પેરામેડિકલ સ્ટાફની પણ હોસ્પિટલમાં અછત વર્તાઈ રહી છે. જ્યારે હજુ પણ અંદાજે 340 જેટલા બેડનું કામ બાકી રહેવા પામ્યું છે. એવામાં ઝડપથી દર્દીઓની દાખલ કરવાની પ્રક્રિયા અટકી જેવા પામી છે.

ધન્વંતરિ કોવિડ હોસ્પિટલની અંદરની તસવીર
ધન્વંતરિ કોવિડ હોસ્પિટલની અંદરની તસવીર

હોસ્પિટલમાં એક્સ-રેથી લઈને સીટી સ્કેન સુધીની તપાસ
ધન્વંતરિ કોવિડ હોસ્પિલ તેની પૂર્ણ ક્ષમતાએ કાર્યરત થાય તે દિશામાં સુનિયોજિત પ્રયાસો હાથ ધરાયા છે અને હોસ્પિટલમાં જ સીટી સ્કેન, લોહીની તપાસ, એક્સ-રે, ડાયાલિસિસ જેવી તમામ સુવિધાઓ નાગરિકને એક જ સ્થળેથી વિના મૂલ્યે આપવામાં આવી રહી છે. આમ, અનેક દર્દીઓના સ્વજનોએ આ ઉત્તમ સુવિધા પ્રાપ્ત થતા હાશકારો અનુભવ્યો છે.

દર્દી અને સ્વજનો વચ્ચે વીડિયો કોલથી વાતચીતની સેવા શરૂ
આ ઉપરાંત દર્દીના સ્વજનમાં રહેતી ઉચાટની લાગણી દુર થાય અને તેમને દર્દીના સ્વાસ્થ્ય અંગે સાંત્વના મળે તે હેતુથી આજથી "કોવિડ-સાથી"ની મદદથી દર્દી અને તેમના સ્વજનની વચ્ચે વીડિયો કોલ દ્વારા વાતચીત કરાવવાની સેવાનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે.

હોસ્પિટલમાં એક્સ-રેથી લઈને ડાયાલિસિસ સુધીની તમામ સુવિધાઓ
હોસ્પિટલમાં એક્સ-રેથી લઈને ડાયાલિસિસ સુધીની તમામ સુવિધાઓ

દર્દીના એડમિશનથી લઈને રજા આપવા સધુ પ્રોટોકોલ નિર્ધારીત
ઉલ્લેખનીય છે કે ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની આરોગ્યની સ્થિતિના આધારે પ્રવેશ માટેની પ્રાથમિકતા નક્કી કરવામાં આવે છે. કોવિડ પોઝિટીવ રિપોર્ટ ધરાવતા અને 92થી ઓછું ઓક્સિજન લેવલ ધરાવતા દર્દીઓને જ પ્રવેશ અપાય છે. નોંધપાત્ર બાબત એ છે કે ધન્વંતરિ હોસ્પિટલમાં દર્દીને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા માટે પ્રવેશથી માંડીને રજા આપવા સુધીના પ્રોટોકોલ નિર્ધારીત કરાયા છે, જેનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો