તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મજૂર દિવસ:પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા મેઘાવી કર્મચારીઓનું સન્માન

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષા તનુજા કંસલના નેતૃત્વ હેઠળ પશ્ચિમ રેલવેના ગ્રુપ 'ડી' ના 50 મેઘાવી કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમને મજૂર દિવસ નિમિત્તે પુરસ્કૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દરેક કર્મચારીને યોગ્યતા પ્રમાણપત્ર અને રૂ .2000 / - ના રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, સામાન્ય સહાયક (પટાવાળા), સફાઇ વાલા, ટ્રેક મેન્ટેનર, લેડી ટ્રેક મેન્ટેનર, પોઇન્ટમેન વગેરે કર્મચારીઓએ કોવિડ મહામારી દરમિયાન કરેલાં તેમના પ્રશંસનીય કામોને બિરદાવવા માટે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા તેમને સન્માનિત કરાયા હતાં.મજૂર દિન નિમિત્તે પસંદ કરેલા મુખ્યાલય અને મંડળ કાર્યાલયના 50 કર્મચારીઓને રોકડ પુરસ્કાર અપાયા હતા. કંસલે તમામ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપ્યા અને આ મુશ્કેલ સમયમાં તેમની મહેનતની નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરી હતી. આ સાથે, તેમણે પુરસ્કાર વિજેતાઓને તેમનું ઉત્તમ કાર્ય ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા હતાં.

આ કર્મચારીઓ પશ્ચિમ રેલવેના જગજીવન રામ હોસ્પિટલના હોસ્પિટલ એટેન્ડન્ટ્સ સહિત પશ્ચિમ રેલવેના વિવધ વિભાગો સાથે સંબંધિત હતાં.પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા દર વર્ષે આવા પુરસ્કારો કર્મચારીઓનું મનોબળ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા આપવામાં આવે છે.આ પુરસ્કાર ગ્રુપ 'ડી' ના કર્મચારીઓને તેમના કર્તવ્યોને કુશળતાપૂર્વક પુરા કરવા અને તેમની કામગીરીને ઓળખ પ્રદાન કરવા માટેઆપવામાં આવ્યા હતા. આ રેલ્વે કર્મચારીઓ ફ્રન્ટ લાઇન વર્કર્સ તરીકે હાલની મહામારી સામે રાષ્ટ્રની લડતમાં તેમની સેવાઓ આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...