ભાસ્કરની અપીલ:માનનીય શિક્ષણમંત્રી... આજથી સ્કૂલો ઑનલાઇન કરો, કારણ કે બાળકોનું જીવન તમારી જીદ કરતાં વધુ કીમતી છે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકાર, તમે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ કરી. ફ્લાવર શૉ રદ કર્યો અને પતંગ ઉત્સવ પણ રદ કર્યો છે. કારણ કે કોરોનાની ગંભીરતા તમે સમજો છો. દૈનિક કેસ 4 હજારને પાર થઈ ચૂક્યા છે પણ નિર્દોષ બાળકો મુદ્દે તમે આટલા લાપરવાહ કેમ છો? રાજ્યમાં 200થી વધુ બાળકો પોઝિટિવ થઈ ચૂક્યાં છે છતાં હજુ કઈ વાતની જીદ છે? બાળકોની જિંદગી મુદ્દે ઢીલાશ પરવડે એવી નથી. તેથી નાના બાળકોની સ્કૂલો તત્કાળ બંધ કરો અને ઑનલાઇન ક્લાસ શરૂ કરો.

ચિંતાનું કારણ ઓમિક્રોન ભારતના લોકો પર શી અસર કરશે એ નક્કી નથી
રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે આફ્રિકામાં ઓમિક્રોનના કેસ પિક પર આવ્યા બાદ ઘટ્યા છે પણ ભારતની વસ્તીમાં આ વેરિયન્ટની શું અસર રહેશે એ નક્કી નથી. ભારતીય શરીર રચનામાં વેરિયન્ટ ગંભીર અસર પહોંચાડી શકે એવી સરકારને આશંકા છે.

નવી ગાઇડલાઇન્સ આજે સંભવ, વધુ કડક નિયંત્રણો લાગુ થવાની શક્યતા
રાજ્યમાં કોરોનાની ગાઇડલાઇનની સમય મુદ્દતનો શુક્રવારે અંત આવી રહ્યો છે. તેથી આજે રાજ્ય સરકાર નવી ગાઇડલાઇન જારી કરશે. રાજ્યમાં સંક્રમણમાં વધારો થયો હોવાથી નવી ગાઇડલાઇન્સમાં કડક નિયંત્રણો શક્ય છે. અગાઉ કેન્દ્ર સરકારે રાજ્યના પાઠવેલા પત્રમાં પણ સંક્રમણ કાબૂમાં લેવા કડક પગલાં ભરવા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...