વિશ્વ ચોકલેટ દિવસ:હોમમેડ ચોકલેટનો વ્યવસાય બમણો થયો, ઈમ્યુનિટી બુસ્ટ કરતી ચોકલેટની માંગ વધી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનમાં વધી હોમમેડ ચોકલેટની ડિમાન્ડ
  • રક્ષાબંધન અને ઉત્સવ સ્પેશિયલ ચોકલેટ્સ પણ હેલ્થને ધ્યાનમાં રાખીને બની રહી છે

લોકડાઉનના સમયમાં શહેરમાં હોમમેડ ચોકલેટના બિઝનેસમાં બમણો વધારો થયો છે અને સામાન્ય ચોકલેટ્સની જગ્યાએ ઉકાળો ફ્લેવર્સની અને ઈમ્યુનિટી બુસ્ટ કરતી ચોકલેટ ટ્રેન્ડમાં જોવા મળી હતી. આજે વિશ્વ ચોકલેટ દિવસ છે ત્યારે સિટી ભાસ્કરે હોમ મેડ ચોકલેટ બિઝનેસ ચલાવતા લોકો સાથે વાત કરીને જાણ્યું કે, ચોકલેટનું કેવી રીતે ફ્યુઝન કર્યું અને ચોકલેટમાં વિવિધ હર્બ્સનો ઉપયોગ કરીને કેવી રીતે નવી જ ફ્લેવર્સની ચોકલેટ બનાવી હતી.

હોમમેડ ચોકલેટ બિઝનેસના ઓનર નિપા કોઠારીએ જણાવ્યું કે, શરૂઆતના બે અઠવાડિયા પછી મેં ઈમ્યુનિટી ચોકલેટ બનાવી શેર કરી જે સૂંઠ અને ગંઠોળા એડ કરીને બનાવી છે.

ચોકલેટ ઘરે બનાવવાનું લોકો વધુ પ્રિફર કરે છે, એટલે શીખી પણ રહ્યા છે
એસ્ટનસે ચોકલેટ ફાઉન્ડર શિલ્પા ભટ્ટે જણાવ્યું હતું કે, ચોકલેટ મેકિંગનાં બિઝનેસમાં વધારો થયો છે પણ લોકડાઉન તેમજ અનલોક થયા બાદ ચોકલેટ લવર્સ અને મેકર્સમાં પણ વધારો થયો છે. આ વખતે ઈમ્યુનિટી ચોકલેટ ડિમાન્ડમાં છે. રક્ષાબંધન અને ગણેશ ઉત્સવ સ્પેશિયલ ચોકલેટ સાથે લોકો ઈમ્યુનિટી ચોકલેટ તો તેની સાથે ઓર્ડર કરી જ રહ્યા છે. છેલ્લા એક મહિનામાં 200 લોકો ઓનલાઈન ચોકલેટ બનાવતા શીખ્યા છે. 

ઉકાળો ચોકલેટ
સામગ્રી :
100 ગ્રામ ખાંડ, 1 ચમચી તજ પાઉડર, 2 થી ૩ નંગ લવિંગ, 4 થી5 નંગ મરી, નાનો કકડો આદુ, 7થી8 નંગ નાના તુલસીના પાન, ડાર્ક ચોકલેટ
રીત: સૌ પ્રથમ ખાંડ ઓગાળીને કેરેમલ બનાવો ધ્યાન રાખો પાણી ન નાખવું. ત્યારબાદ તેમાં આદુ, તુલસીના પાન, તજ, લવિંગ, મરીને ખાંડીને તેમાં કેરેમલમાં ઉમેરી હલાવી દો. આ બાદ ડાર્ક ચોકલેટ ઓગાળીને સાધારણ જાડા લેયરમાં સ્પ્રેડ કરીને ફ્રિઝ કરો. હવે કેરેમલનું ફીલિંગ ઉમેરીને ફ્રિઝ કરો. આ બાદ ફરી તેના પર ચોકલેટનું લેયર કરી ફ્રિઝ કરો.

રોગપ્રતિકારક ચોકલેટ
સામગ્રી :
ડાર્ક ચોકલેટ 500 ગ્રામ , આદુ 5 ગ્રામ છીંણેલુ , તુલસી ક્રશ કરેલી 10 ગ્રામ 
રીત: ચોકલેટ ઓગાળી તેમાં આદુ એને તુલસી ઉમેરી તેના બોલ બનાવો. આદુ નાખવાથી ચોકલેટ ઘટ્ટ થશે એટલે બોલ બનશે. બોલ બનાવી ફ્રિઝ કરો ખાવાના થોડાક સમય પહેલા  ફ્રિજમાંથી બહાર કાઢવી. સવારે કે સાંજે આપી શકાય.

લોકડાઉન બાદ ચોકલેટ બિઝનેસમાં બમણો ફાયદો થયો છે
ચોકલેટ મેકર્સનું કહેવું છે કે, લોકો હવે બહાર કરતા ઘરની ચોકલેટ ખાવી પસંદ કરે છે તે માટે ફેસ્ટિવ સિઝનના પણ અત્યારથી ઓર્ડર આવવા લાગ્યા છે. આ સિવાય લોકડાઉનમાં હોમમેડ ચોકલેટની ડિમાન્ડ વધતા બિઝનેસમાં બમણો પ્રોફિટ થયો છે. હોમમેડ ચોકલેટમાં કેટલાકે રેટ વધાર્યા છે કારણ કે તેઓ પણ સાવચેતી સાથે દરેક વસ્તુ તૈયાર કરવાની હોય છે.

અન્ય સમાચારો પણ છે...