દારૂની હેરાફેરી:અમદાવાદમાં હોમગાર્ડ હુન્ડાઈ કારમાં કરતો દારૂનું વેચાણ, પોલીસે આરોપીને ઝડપી કુલ 150 બોટલો જપ્ત કરી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશ દારૂની બોટલો તેમજ ગાડી સહિત કુલ 13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદમાં દારૂ અને જુગારની પ્રવૃર્તીઓ અટકાવવા માટે પોલીસની ટીમો શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે અમદાવાદના રામોલ પાસેથી પોલીસે વિદેશી દારૂની બોટલો સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. ઝડપાયેલો આરોપી વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. પોલીસે દારૂ તેમજ ગાડી સહિત કુલ 13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે બાતમીના આધારે શહેરના રામોલ વિસ્તારમાં વોચ રાખી હતી. ત્યારે એક હુન્ડાઈ કારને રોકી તેની તપાસ કરતા તેમાંથી 36 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. નવાઈની વાત એ છે કે, દારૂની હેરાફેરી કરતા પોતે હોમગાર્ડ છે અને વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, હોમગાર્ડને પૈસાની જરૂર પડતા તેણે દારૂની બોટલોનું છુટક વેચાણ શરૂ કર્યું હતું. જેમા ગાડી સિવાય અન્ય દારૂનો જથ્થો હોમગાર્ડના ઘરેથી મળી આવ્યો હતો. આરોપી પાસેથી અલગ-અલગ કંપનીની કુલ 150 દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત આશરે 75,000 રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...