તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરજ નિષ્ઠા:અમદાવાદના બે દિવસથી ઘરેથી નીકળેલી માનસિક અસ્થિર યુવતીને લૉ ગાર્ડનમાં યુવક સાથે જોઈ હોમગાર્ડે હેલ્પલાઈનને જાણ કરી

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સગાઈ તૂટતા યુવતીને માનસિક અસર થઈ હતી, જેથી બે દિવસથી તે ઘરેથી નીકળી ગઈ હતી

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહેતી યુવતીની સગાઈ તૂટી જતાં તેની માનસિક સ્થિતિ બગડી ગઈ હતી. યુવતી ઘરમાંથી બહાર નીકળી ફરતી ફરતી લો- ગાર્ડન પાસે પહોંચી હતી. દરમ્યાનમાં વહેલી સવારે હોમગાર્ડને યુવતી એક યુવક સાથે જોવા મળતાં હોમગાર્ડે યુવતીને પૂછતાં એક દિવસ પહેલા જ આ યુવક તેનો મિત્ર બન્યો છે. યુવતીની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું લાગતા યુવક તેની સાથે કોઈ ખરાબ કામ કરે તે પહેલાં જ હોમગાર્ડે મહિલા હેલ્પલાઇન 181ને જાણ કરી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી યુવતીનું કાઉન્સેલિંગ કરી તેના ઘરે લઇ ગઈ હતી. ઘરે પહોંચતા તેમના પરિવારજનોમાં આનંદ છવાઈ ગયો હતો. બે દિવસથી તેઓ યુવતીને શોધતાં હતા.

હોમગાર્ડે હેલ્પલાઈનને જાણ કરી
અમદાવાદના કાલુપુરમાં રહેતા અને લો ગાર્ડન વિસ્તારમાં ફરજ બજાવતા હોમગાર્ડે મહિલા હેલ્પલાઇન અભયમ 181માં ફોન કરી જાણ કરી હતી કે લો ગાર્ડન ખાતે ફરજ દરમ્યાન એક યુવતી માનસિક અસ્થિર હાલતમાં મળી આવી છે જેની મારી સાથે કાલુપુર લાવ્યો છું. તેને મદદની જરૂર છે જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. તેઓને જાણવા મળ્યું હતું કે આ માનસિક અસ્થિર લાગતી યુવતીને હોમગાર્ડે સવારના સમયે એક યુવક સાથે જતા જોઈ હતી. યુવતીને પૂછતાં આજે સવારે જ આ મિત્ર બન્યો છે જેથી યુવતીનો ખરાબ કર્મ કરવાના ઇરાદે યુવક લાભ ન ઉઠાવે માટે અહીંયા લઈને આવ્યો હોવાનું કહ્યું હતું.

યુવતીની સગાઈ તૂટતાં માનસિક અસર પહોંચી હતી ( પ્રતિકાત્મક તસવીર)
યુવતીની સગાઈ તૂટતાં માનસિક અસર પહોંચી હતી ( પ્રતિકાત્મક તસવીર)

પરિવાર યુવતીને જોઈને ખુશ થઈ ગયો
મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરતા પહેલા તો તેણે સાચું નામ અને સરનામું કહ્યું ન હતું. બાદમાં વિશ્વાસમાં લઈ પૂછતાં તેઓ સરદારનગરના રહેવાસી છે ને ગુસ્સામાં બે દિવસથી ઘરેથી નીકળી ગયા છે. જેથી સરદારનગરમાં દોઢ કલાક સુધી ફરી તેમના પરિવારને શોધતા ઘરે પહોંચ્યા હતા. જ્યાં પરિવાર યુવતીને જોઈ ખુશ થઇ ગયો હતો. પરિવારે જણાવ્યું હતું કે યુવતીની સગાઈ તૂટી ગઈ છે જેથી માનસિક સ્થિતિ બગડી ગઈ છે સારવાર ચાલે છે અને વારંવાર ઘરની બહાર નીકળી જતા લોક મારવું પડે છે પરંતુ ઘર ખોલવા રસોડામાં તેલ ઢોળી આગ લગાવી દે છે અને આ રીતે ઘરની બહાર નીકળી ગયા હતા. મહિલા હેલ્પલાઇનની ટીમે તેઓને સારવાર કરાવવા સમજ આપી હતી.