ACBનું છટકું:નારોલમાં એન્ટ્રીના નામે પૈસા પડાવતો હોમગાર્ડ પકડાયો; વાહનચાલકો પાસેથી રૂ.100 પડાવતો હતો

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં પ્રવેશવા માટે ગેરકાયદે એન્ટ્રી ફીના નામે વાહનચાલકો પાસેથી પૈસા પડાવતા હોમગાર્ડના જવાનને એસીબીની ટીમે રૂ. 100ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. બ્યુરોને બાતમી મળી હતી કે નારોલ ચોકડી ટ્રાફિક ચોકીની બહાર એક હોમગાર્ડ શહેરમાં પ્રવેશતા ભારે વાહનો કે બહારના રાજ્યોના વાહનો પાસેથી એન્ટ્રીના નામે પૈસા પડાવે છે.

એસીબીની ટીમે મંગળવારે લાંચનું છટકું ગોઠવી ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન શાદાબ શેખ ઝડપી લીધો હતો. પીસીઆર વાન ઊભી રાખી એન્ટ્રીના નામે પૈસા પડાવવાના કેસમાં પકડાયેલા હોમગાર્ડ જવાનની સાથે અન્ય કોઈ પોલીસ કર્મચારી સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ એસીબીએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...