તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:વેક્સિન માટે રવિવારે પણ અમદાવાદીઓને ધરમ ધક્કો થયો, રોજના 400ની સામે સેન્ટરને 100 ડોઝ મળતા લોકો વીલા મોઢે પાછા ફર્યા

અમદાવાદ2 મહિનો પહેલા
શાહપુર અને એલિસબ્રિજ ખાતે વેક�
  • મોટાભાગના સેન્ટરો પર 100થી 160 ડોઝ જ ઉપલબ્ધ હતા
  • રવિવારે પણ વેક્સિન ન મળતા લોકોમાં રોષ
  • એલિસબ્રિજ ટાગોર હોલમાં પેહલા 400થી વધુ ડોઝ આવતા હતા, આજે માત્ર 100 ડોઝ આવ્યા

કોરોના મહામારીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઈ છે. જેથી હવે સરકારે રસીકરણ પર ભાર મૂક્યો છે. દેશભરમાં 21 જૂન બાદ સ્પોટ રજિસ્ટ્રેશન પર વેક્સિન આપવામાં આવી રહી છે. અમદાવાદમાં 3 દિવસ વેક્સિનેશન બંધ રહેવાથી ઘણા લોકો હાલાકી પડી હતી. જોકે ત્યારબાદ ગઈકાલથી વેક્સિનેશન શરૂ થયું હતું. પરંતુ હજી પણ વેક્સિનના ઓછા સ્ટોકના કારણે લોકોને વેક્સિન મડી નથી રહી. AMC દ્વારા 300 જેટલા કેન્દ્રમાં વેક્સિન અપાઈ રહી છે. પરંતુ બધી જગ્યાએ લોકોને ધક્કા ખાવાનો વારો આવે છે.

4 દિવસથી વેક્સિન લેવા લોકોના ધક્કા
કેટલીક જગ્યાએ ટોકન આપ્યા પછી વેક્સિન ખૂટી જાય છે, તો કેટલીક જગ્યાએ લોકોને વેક્સિનેશન સેન્ટરની બહારથી જ નાં પાડી દેવામાં આવે છે. અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં વેક્સિનેશન સેન્ટર પર માત્ર 160 ડોઝ જ વેક્સિન ઉપલબ્ધ હતી. એમાં જે લોકો અગાઉથી ટોકન લઈને ગયા હોય તેમને જ વેક્સિન આપવામાં આવી હતી. બીજા લોકોને ગેટની બહારથી જ ના પાડી દેવામાં આવી હતી. જેથી લોકો રોષએ ભરાયા હતાં, તેમણે આક્ષેપ કર્યો હતો કે અહીંયા સાચી માહિતી આપતા નથી 4 દિવસથી ધક્કા ખવડાવે છે. રવિવારે નોકરીમાં રજા હોય એટલે અમે આવીએ છે એમ પણ કોઈ વેક્સિનની વ્યવસ્થા નથી હોતી. આવી રીતે જ ચાલશે તો બધાને વેક્સિન કેમની મળશે.

શાહપુરમાં 150થી વધારે લોકો વેક્સિન લેવા 1 કલાક લાઈનમાં રહ્યા
શાહપુરમાં 150થી વધારે લોકો વેક્સિન લેવા 1 કલાક લાઈનમાં રહ્યા

વેક્સિન લેવા 1 કલાકથી લાઈનમાં ઊભેલા લોકો થાક્યા
શહેરના શાહપુર ખાતે આવેલ લાલા કાકા કોમ્યુનિટી હોલમાં 150થી વધુ લોકો વેક્સિન લેવા માટે 1 કલાકથી લાઈનમાં ઉભા હતા. આ લાઈનમાં ઉભેલા મહેન્દ્ર ભાઈ ઠાકોરે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અહીંયા વેક્સિન ઉપલબ્ધ છે પણ લોકોને લાઈનમાં ઉભા રાખે છે નીચે હોલમાં જગ્યા હોવા છતાં પણ ત્યાં જવા દેતા નથી. કોઈ વ્યવસ્થા નથી. અહીંયા બીજા વૃદ્ધ વ્યક્તિ પણ હોય છે તે કેમના લાઈનમાં ઉભા રહે. જોકે ત્યાંની મેડિકલ ટીમે કહ્યું કે, આજે 400 ડોઝ આવ્યા છે 200 લોકોને વેક્સિન અપાઈ ગઈ છે. લોકોનો ફ્લો વધારે હોવાથી લાઈન થાય છે અમે વ્યવસ્થા કરવાના પૂરતા પ્રયત્ન કરીએ છીએ. લોકો સમજતા નથી એટલે લાંબી લાઈન કરવી પડે છે.

ટાગોર હોલમાં વેક્સિનના આજે 100 જ ડોઝ મળ્યા
એલિસબ્રિજ ખાતે આવેલ ટાગોર હોલે પહેલાં વેક્સિનના 400થી 1000 ડોઝ આવતાં હતાં. આજે 100 ડોઝ મળ્યા હતા. તેથી લોકોને આ વેક્સિનેશન સેન્ટરે પણ ધક્કા ખાવા પડ્યા હતા. આ વેક્સિનેશન સેન્ટરે લગભગ 200થી વધારે લોકો આવીને વગર વેક્સિને પાછા વળ્યા હતા. મેડિકલ ઓફિસરે જણાવ્યું કે, આજે જ ઓછા ડોઝ આવ્યા છે અમને લોકો પૂછી પૂછીને પાછા ફરે છે, અમે કઈ મદદ નથી કરી શકતા. આગળથી જ વેક્સિન ઓછી આવે છે તો અમે શુ કરીએ?