તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નમસ્કાર!
ફ્લેટના ધાબા પર ભીડ ભેગી કરનારા પોલીસ નજર રાખશે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુનો કડક અમલ કરાવશે.ભરૂચમાં કોરોના વેક્સિનનો પ્રથમ લોટ આવશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...
સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....
સેન્સેક્સ | 49,492.32 | -24.79 |
ડોલર | રૂ.73.15 | -0.10 |
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ | 51,400 | +100 |
આ 4 ઘટના પર રહેશે નજર
1) ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવશે, સાંજે જ દિલ્હી જવા નીકળી જશે.
2) ફ્લેટના ધાબા પર ભીડ ભેગી કરનારા પોલીસ નજર રાખશે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુનો કડક અમલ કરાવશે.
3) ભરૂચમાં કોરોના વેક્સિનનો પ્રથમ લોટ આવશે.
4) આજે મકરસંક્રાંતિ, સવારે 8.16 વાગ્યે સૂર્યનો મકરમાં પ્રવેશ થતા જ કમુરતા પૂર્ણ થશે.
હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) સ્કૂલ ખુલ્યાના ત્રીજા દિવસે જોડિયામાં ધો. 12ની વિદ્યાર્થિની કોરોનાગ્રસ્ત, અઠવાડિયા સુધી શિક્ષણ કાર્ય બંધ
રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં પ્રથમ જોડિયાની હુન્નર સ્કૂલની ધો.12ની વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી શિક્ષણ જગતમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર
2) પ્રાઇવસી પોલિસીને લઈ અમદાવાદની 4 સ્કૂલે વ્હોટ્સએપનો ઉપયોગ બંધ કર્યો, 243 વ્હોટ્સએપ ગ્રુપ્સ બંધ કર્યાં
આંતરિક મેસેજ માટે વ્હોટ્સએપ પર આધાર રાખતી સ્કૂલો હવે નવી પ્રાઈવસી પોલિસીને લઈ વ્હોટ્સએપ છોડવા લાગી છે. અમદાવાદની ઉદગમ સ્કૂલ સાથે સંકળાયેલી ચાર સ્કૂલે વ્હોટ્સએપને બદલે કાયઝાલાનો ઉપયોગ શરૂ કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર
3) વૃદ્ધે પોતાને આગ લગાવી પાંચમા માળની ઘરની બાલ્કનીમાંથી નીચે કૂદકો માર્યો, ઘટના CCTVમાં કેદ
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કે.કે. નગર પાસેના સમર્પણ ટાવરના પાંચમા માળેથી એક વૃદ્ધે સળગેલી હાલતમાં નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. વહેલી સવારે ઘરની કોઈ વ્યક્તિને જાણ ન થાય એ રીતે વૃદ્ધે સળગી ઝંપલાવ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.
વાંચો સમાચાર વિગતવાર
4) રાયપુર-જમાલપુર બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, છેલ્લી ઘડીની ખરીદી પર પતંગરસિયા ઉમટ્યા
અમદાવાદ શહેરમાં ઉત્તરાયણના આગલા દિવસે એટલે કે આજે બુધવારે રાયપુર અને જમાલપુર બજારમાં મોટી સંખ્યામાં લોકો પતંગ અને ફિરકી લેવા ઉમટી પડ્યા છે. અહીં પતંગ ખરીદી વેળા લોકો દ્વારા ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જળવાતા જોવા મળ્યા ન હતા, એટલું જ નહીં અનેક લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. રાયપુર પતંગબજારમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે પતિંગરસિયાઓની ભીડ ઉમટી પડી છે.
વાંચો સમાચાર વિગતવાર
5) ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 5700 શિક્ષણ-સહાયકો અને કોલેજોમાં 927 અધ્યાપક-સહાયકોની ભરતી થશે
રાજ્યમાં બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 5700 શિક્ષણ-સહાયક અને બિનસરકારી અનુદાનિત કોલેજોમાં 927 અધ્યાપક-સહાયકોની ભરતી કરાશે. ઉચ્ચતર અને માધ્યમિક કુલ 66 જેટલી નવી ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર
માર્કેટ અપડેટ
- BSEનું માર્કેટ કેપ 197.05 લાખ કરોડ રૂપિયા રહ્યું. 57% કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો.
- 3,212 કંપનીઓના શેરમાં ટ્રેડિંગ થયું. જેમાંથી 1,236 કંપનીઓના શેરના ભાવ વધ્યા અને 1,828 કંપનીઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો.
આજે આ ઈવેન્ટ્સ પર રહેશે નજર
- નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ જ્ઞાવલી જોઈન્ટ કમીશન મીટ અંતર્ગત ભારતની મુલાકાતે આવશે.
- અયોધ્યામાં ભવ્ય રામ મંદિર માટે ભાજપના ધારાસભ્ય ઘરે ઘરે જઈને ફાળો એકઠો કરશે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.