તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:અમદાવાદના પકવાન ચાર રસ્તા પર વાહનચાલકોને સોમવારથી ટ્રાફિકમાંથી મુક્તિ મળશે, ગૃહમંત્રી ફ્લાય ઓવરનું ઈ લોકાર્પણ કરશે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
28 નવેમ્બરે ફ્લાય ઓવરની કામગીરીનું નિરિક્ષણ કરી રહેલા નાયબ મુખ્યમંત્રી - Divya Bhaskar
28 નવેમ્બરે ફ્લાય ઓવરની કામગીરીનું નિરિક્ષણ કરી રહેલા નાયબ મુખ્યમંત્રી
  • અમિત શાહ સાણંદ જંક્શન ફ્લાય ઓવરનું પણ ઈ લોકાર્પણ કરશે

શહેરની સૌથી મોટી બે સમસ્યા છે એક ટ્રાફિક અને બીજી ટ્રાફિકને કારણે થતા અકસ્માતો. ખાસ કરીને અમદાવાદ શહેરના એસ.જી.હાઈવે પરથી હજારો વાહનો પસાર થાય છે. જો કે આ વાહનચાલકોની મુશ્કેલીઓ સોમવારથી દૂર થઈ જશે. આ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને હવે ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. સોમવારે સિંધુ ભવન ફ્લાય ઓવર અને સરખેજ સાણંદ સર્કલ ફ્લાયઓવરનું લોકાર્પણ થવાનું છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ ફલાયઓવરનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. 71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બંન્ને ફ્લાય ઓવરને ખુલ્લા મૂકાતા જ વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે.

મુખ્યમંત્રી રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ.71 કરોડના ખર્ચે બનેલા બે ફ્લાય ઓવરનું 30મી નવેમ્બરના રોજ સવારે 10-30 કલાકે ઇ-લોકાર્પણ કરશે. આ લોકાર્પણમાં મુખ્યમંત્રી રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે.

44 કિ.મી.ના માર્ગને ફોર લેનમાંથી સિક્સ લેનમા રૂપાંતરિત કરવાની કામગીરી પૂરજોશમાં
નેશનલ હાઇવે 147 પર સરખેજ–ગાંધીનગર–ચિલોડાના કુલ 44 કિ.મી.ના માર્ગને ફોર લેનમાંથી સિક્સ લેનમા રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

સાણંદ જંક્શન ફ્લાય ઓવર બ્રિજની લંબાઈ 28 મીટર તદનુસાર 28 મીટરના સિંધુભવન ચાર રસ્તા ફ્લાય ઓવરનું રૂ. 35 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, તેમજ સાણંદ જંક્શન ફ્લાય ઓવર બ્રિજ પણ 28 મીટરની લંબાઇ સાથે રૂ.36 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. આ બંને ફ્લાય ઓવરનું લોકાર્પણ સોમવારે સવારે 10-30 કલાકે સિંધુભવન ચાર રસ્તા પાસે યોજાશે. આ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાસંદો, ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...