તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકનને લૂંટતું કોલ સેન્ટર:અમદાવાદથી વિદેશી નાગરિકોને લૂંટતા કોલ સેન્ટરનો ફરી ધમધમાટ શરૂ, મણિનગરમાં ઘરમાં ચાલતું કોલ સેન્ટર ઝડપાયું

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન - Divya Bhaskar
અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન
  • વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને લૂંટ ચલાવતા લોકો સામે ફરિયાદ

અમદાવાદમાં ફરી પાછા વિદેશી નાગરિકોને ફસાવીને રૂપિયા પડાવવા કોલ સેન્ટર શરૂ થયા હોવાનું સામે આવ્યું છે. મણિનગરમાં ઘરમાં ચલાવતા કોલસેન્ટરની જાણ થતાં અમદાવાદ સાયબર ક્રાઇમે રેડ કરી હતી. જેમની પસેથી મળેલ લેપટોપ અને અન્ય વિગતો મળી હતી .જેના આધારે સમગ્ર કોલ સેન્ટર કૌભાંડ સામે આવ્યું છે. હાલ આ લોકો સાથે કોણ મોટા માથા જોડાયેલા છે તેની તપાસ ચાલી રહી છે.

સાયબર ક્રાઈમને ગેરકાયદેસરના કોલસેન્ટરની માહિતી મળી હતી
અમદાવાદ સાયબર ક્રાઈમને બાતમી મળી હતી કે, સાગર અનુપકુમાર મહેતા મણિનગર ખાતે રહે છે. જે ગેર કાયદેસર કોલ સેન્ટર ચલાવી કોલરો રાખી ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો ધરાવી સોફટ દસ્તાવેજો જેવા કે, લીડ, ડેટા તેમજ ગેર કાયદેસર પેડે પ્રોસેસમાં કોલિંગ માટે જરૂરી રહેતી સ્ક્રિપ્ટ ધરાવે છે અને કોલસેન્ટર પરથી અમેરિકન નાગરિકોને કોલિંગ કરી લોન આપવાની જુદીજુદી લાલચ આપીને વેરિફિકેશન ફી, લોન એગ્રિમેન્ટ ફી વગેરેના નામે ડોલર લેવાનું જણાવી અમેરિકન નાગરિકો પાસેથી ડોલર મનીકાર્ડ વાઉચરમાં નંબર જણાવીને આગળની પ્રોસેસ કરી નાણાનું પ્રોસેસિંગ કરી ગેરકાયદેસરની પ્રવૃતિ ચલાવી રહ્યો છે.

રહેણાંકમાં જ કોલસેન્ટર ચલાવતું હતું
સાઈબર ક્રાઈમની ટીમે મણિનગરના જગડીયા બ્રીજ પાસે આવેલા પ્રતિષ્ઠા 28ના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં સાગર મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની પુછપરછ કરતા સાગરે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ બે લેપટોપ પોલીસને મળી આવ્યા હતા. જેથી પોલીસે બંન્ને લેપટોપ જપ્ત કરી લીધા હતા અને સાગર મહેતાની અટકાયત કરી હતી. જો કે સાગર જામીન પર મુક્ત થઈ ગયો હતો. બાદમાં જપ્ત કરેલા લેપટોપની ટેક્નિકલ એનાલિસીસ કરતા લેપટોપ અને ફોનમાંથી કોલ સેન્ટર ચલાવવા માટે વિદેશી નાગરિકોના મોબાઈલ ફોનના ડેટા તથા નાણાકીય લેવડ દેવડ કરવા બાબતેના વોટ્સએપ મેસેજ તેમજ વિદેશી નાગરિક પાસેથી ઈમેલ દ્વારા મંગાવેલા ગ્રાહકોના નંબરો અને ગિફ્ટ કાર્ડના ફોટા તેમજ કોલિંગ માટેની સ્ક્રિપ્ટ મળી આવી હતી.

લેપટોપના ટેક્નિકલ એનાલિસીસમાં ઘટસ્ફોટ
લેપટોપના ટેક્નિકલ એનાલિસીસના આધારે કોલ સેન્ટરના ભાગીદારોના નામ સૌરવ ચૌહાણ, ગૌરવ ચૌહાણ, સમીર પટેલ તથા કોલસેન્ટરના પ્રોસેસર રોહિત લાલવાણી, વિજય સેવખાની, પંકડ ઉર્ફે પેન્કી, રાહુલ ગોયલ, આઝમખાન, રવિ રામી આ તમામ લોકો કોલસેન્ટરમાં સામેલ હોવાનું સામે હોવાનું જાણવા મળી આવ્યું હતું. જેથી સાયબર ક્રાઈમની ટીમે ગુનો દાખલ કરીને સાગર મહેતાનીની ધરપકડ કરી હતી. જ્યારે બીજા આરોપીની પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.

લોનના બહાને વિદેશી નાગરિકોને છેતરતા
વિદેશી નાગરિકોને સોફ્ટવેર મારફતે કોલ કરીને લોન આપવાની લાલચ આપીને તથા લોનના હપ્તા ભરવા બાબતે પ્રોસેસરો મારફતે કોલસેન્ટર ચલાવી વિદેશી નાગરિકોની અંગત માહિતી મેળવી લોન આપવાના બહાને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો