તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Homage Pay To Ahmed Patel In Ahmedabad Leaders Including Parimal Nathwani, Shankarsinh Vaghela Arrived At Sardar Patel Memorial In Shahibaug

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલિ:અમદાવાદના પ્રદેશ કોંગ્રેસે શાહીબાગ ખાતે સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પરિમલ નથવાણી, શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ પહોંચ્યા

અમદાવાદ4 મહિનો પહેલા
અહેમદ પટેલની શ્રદ્ધાંજલિ સભા ગુજરાત કોંગ્રેસે રાખી છે - Divya Bhaskar
અહેમદ પટેલની શ્રદ્ધાંજલિ સભા ગુજરાત કોંગ્રેસે રાખી છે
  • ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અહેમદ પટેલનું સારવાર દરમિયાન નિધન થયું હતું
  • વતન પીરામણ ખાતે બીજા દિવસે માતા-પિતાની કબર પાસે દફનવિધિ કરાઈ હતી

કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અને રાજ્યસભાના સાંસદ સ્વ.અહેમદ પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અમદાવાદ શાહીબાગ સરદાર સ્મારક ભવન ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે રાજકારણમાં નહીં જોડાવાની જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, મારી બહેન મુમતાઝ પટેલ સિદ્દિકી પણ રાજકારણમાં નહીં જોડાય.આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી ઉપસ્થિત રહ્યા હતા.

માસ્ક અને સોશયિલ ડિસ્ટન્સિંગ સાથે શ્રદ્ધાંજલિ સભામાં લોકો પહોંચ્યા
માસ્ક અને સોશયિલ ડિસ્ટન્સિંગ સાથે શ્રદ્ધાંજલિ સભામાં લોકો પહોંચ્યા

શ્રદ્ધાંજિલ પાઠવવા નેતાઓ અને સ્નેહીઓ પહોંચ્યા
અહેમદ પટેલના નિધન થતાં આજે 10 દિવસ બાદ અમદાવાદમાં શાહીબાગ ખાતે તેમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી પહોંચ્યા હતા. જ્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ગુજરાત પ્રભારી રાજીવ સાતવ પણ મંચ પર હાજર છે.

શ્રદ્ધાજલિ સભામાં પરિમલ નથવાણી, શંકરસિંહ વાઘેલા, અમિત ચાવડા અને રાજીવ સાતવ દ્રશ્યમાન
શ્રદ્ધાજલિ સભામાં પરિમલ નથવાણી, શંકરસિંહ વાઘેલા, અમિત ચાવડા અને રાજીવ સાતવ દ્રશ્યમાન

વતન પીરામણ ખાતે દફનવિધિ કરાઈ હતી
ભરૂચના અંકલેશ્વર તાલુકા પીરામણ ગામના કબ્રસ્તાનમાં 26 નવેમ્બરે અહેમદ પટેલનાં માતા-પિતાની કબરની બાજુમાં જ તેમના પાર્થિવદેહની દફનવિધિ કરવામાં આવી હતી. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતાં ખાસ ચાર્ટર પ્લેન મારફત તેમના પાર્થિવદેહને વડોદરા એરપોર્ટ પર લવાયો હતો, જ્યાંથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યો હતો, જ્યાંથી તેમનો પાર્થિવદેહ વતન પીરામણ લઇ જવાયો હતો. અહીં સુન્ની વહોરા મુસ્લિમ જમાઅતના કબ્રસ્તાનમાં અહેમદ પટેલની અંતિમવિધિ શરૂ કરવામાં આવી હતી અને જનાજાની નમાઝ અદા કર્યા બાદ તેમની દફનવિધિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો