તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિપીટર્સની પરીક્ષા:ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓની હોલટીકીટ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરાઈ, 15મી જુલાઈથી શરૂ થશે પરીક્ષા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓની પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
વિદ્યાર્થીઓની પ્રતિકાત્મક તસવીર
  • વિદ્યાર્થીઓ sci.gsebht.in, gsebht.in અથવા gseb.org પરથી હોલટીકીટ​​​​​​ ડાઉનલોડ કરી શકશે​

આગામી 15મી જુલાઈથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 અને 12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. શનિવારે જ GTUમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ભલે રિપીટરની પરીક્ષાનો વિરોધ થઈ રહ્યો હોય, પરંતુ પરીક્ષા તો યોજાશે જ, પરીક્ષા રદ થાય તેવા વહેમમાં રહેવું નહી. ત્યારે આજથી ધો.12ના વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની હોલટીકીટ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ sci.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી હોલટીકીટ​​​​​​ ડાઉનલોડ કરી શકશે.​

ધો.12 સાયન્સના રિપીટર્સની હોલટીકીટ અપલોડ
વિદ્યાર્થીઓએ હોલટીકીટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાની અરજી મુજબ વિષયો/માધ્યમોની ખરાઈ કરીને તેમાં પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડવા સાથે સહી કરવાની રહેશે. હોલટીકીટમાં પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ આચાર્યના સહી-સિક્કા કરીને પરીક્ષાર્થીને આપવાની રહેશે. વિદ્યાર્થીઓને સમય પર હોલટીકીટ ડાઉનલોડ કરીને કોઈ ફેરફાર હોય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીનો સંપર્ક કરવા માટે કહેવાયું છે.

શિક્ષણ બોર્ડ તરફથી જાહેર કરાયેલી પ્રેસનોટ
શિક્ષણ બોર્ડ તરફથી જાહેર કરાયેલી પ્રેસનોટ

વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની માંગણી
​​​​​​​
કોરોનાની મહામારીમાં સૌથી વધારે અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર થઈ છે. મહામારીના કારણે ઘણા સમય શાળા-કોલેજો બંધ હતા. ધોરણ 10-12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને સરકારે આખરે માસ પ્રમોશન આપ્યું હતું. તેઓની પરીક્ષા કોરોનાના કારણે રદ કરવામાં આવી હતી. પરંતુ સરકારે ધોરણ 10 -12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું નથી. તેમની પરીક્ષા 15 જુલાઈએ યોજાવાની છે. જેના વિરોધમાં વિધાર્થીઓએ હાઇકોર્ટમાં PIL દાખલ કરી છે.

રિપીટર્સની પરીક્ષા રદ કરવા NSUI મેદાને
શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, રિપીટર વિધાર્થીઓ પરીક્ષા રદ થવાના વહેમમાં ન રહે પરીક્ષા લેવાશે. ત્યારે NSUI એ આ નિવેદન બાદ CMને આ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવા માટે રજુઆત કરી છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે, હજી પણ કોરોના ગયો નથી સાથે તેઓ આ સ્વાસ્થ્યને આ પરિસ્થિતિમાં જોખમમાં ના મુકાય એટલે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પરીક્ષા રદ થવી જોઈએ. જો પરીક્ષા રદ નહીં થાય તો NSUI આક્રમક રીતે આંદોલન કરશે. જેથી ઝડપથી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી માંગ કરી છે.