તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોલિકા દહન:આજે સાંજે 6.39થી 8.59 વાગ્યા સુધી હોળી પ્રગટાવી શકાશે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને કારણે ધૂળેટી નહીં રમી શકાય, હોળીનાં દર્શન કરી શકાશે
 • હોળી પ્રાગટ્ય પછી શિયાળાની ઋતુ વિધિવત્ રીતે વિદાય લેશે, હોળીની પ્રદક્ષિણા સામાન્ય રીતે એકી સંખ્યામાં એટલે કે 5, 9, 11, 27 કે 108 વાર કરવી જોઈએ, જ્વાળાની દિશાથી વર્તારો નક્કી થશે

વિક્રમ સંવત 2077ની ફાગણ સુદ પૂનમ એટલે કે વ્રતની હોળી પૂર્ણિમા રવિવારે 28 માર્ચે અને 29 માર્ચે રંગપર્વ ધૂળેટી છે. ધાર્મિક અને જ્યોતિષીય મહત્ત્વ ધરાવતા હોળીના દિવસે હોળિકાના પ્રાગટ્ય પછી શિયાળાની ઋતુ વિધિવત્ પૂરી થતી હોવાનું કહેવાય છે. રવિવારે સાંજે 6.39 વાગ્યાથી 8.59 વાગ્યા સુધીના શુભ મુહૂર્તમાં હોળિકાદહન કરી શકાશે.

જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર હોળી પ્રગટાવવા માટે ગાયનાં છાણાં, લાકડાં સાથે ઔષધિઓનું શિખર બનાવવું. વચ્ચે લાકડી પર ધજા ગોઠવવી અને હોળીના શિખરની નીચે જમીનમાં ખાડો ખોદીને અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિનાનાં નામ લઈને માટીના 4 કળશ ગોઠવવા. આમ કરવા પાછળ લોકોની આરોગ્ય સુખાકારી સારી રહે તથા ધન-સંપત્તિ વધે, તેવી ભાવના રાખવામાં આવે છે.

હોળિકા દેવીના પૂજન વિશે જ્યોતિષી પ્રદ્યુમ્ન ભટ્ટ કહે છે કે અબીલ, ગુલાલ, કંકુ, અક્ષત, સોપારી, નાડાછડી મૂકીને દીપ પ્રગટાવો. તેમજ હોળીનાં દર્શન વખતે પિત્તળના કળશમાં શુદ્ધ જળ, ખજૂર, ધાણી, ચણા, એલચી, ઘૂઘરી, પતાસાં, લાપસી અર્પણ કરવી. હોળીની પ્રદક્ષિણા સામાન્ય રીતે એકી સંખ્યામાં એટલે કે 5, 9, 11, 27 કે 108 વાર કરવી જોઈએ. દર્શનાર્થી પોતાની ઉંમરનાં વર્ષની પૂર્ણ સંખ્યા પ્રમાણે પણ પ્રદક્ષિણા કરી શકે છે. જોકે સગર્ભા કે રજસ્વાલા સ્ત્રી,અતિ બીમાર વ્યક્તિએ પ્રદક્ષિણા કદાપિ ન કરવી.

પ્રદક્ષિણા કરવાથી માનસિક ચિંતા ઘટે છે, આરોગ્ય સારું રહે છે, અકાળ સમસ્યા ટળે છે તેમજ નજરબંદી દૂર થાય છે. હોળીની જ્વાળાની દિશા, ધજા ફરકવાની દિશા ઉપરાંત ધજા ક્યારે પડે છે, કઈ દિશામાં પડે છે, પૂર્ણ પડીને કે સળગીને પડે છે કે કેમ? તે વખતે વાયરો કેવો રહે છે? તેના આધારે જાણકાર જ્યોતિષીઓ કે અનુભવીઓ તેમજ વેદ, શાસ્ત્રોના અભ્યાસુઓ તેના આધારે આવી ઘટનાઓનો વરતારો કરતા હોય છે.

રાશિ પ્રમાણેના રંગોથી ધૂળેટી રમવી ગુણકારી
મેષ : કાચો ઘાટો લાલ રંગ
વૃષભ : સફેદ રંગ, શુદ્ધ પાણીમાં ગુલાલ નાખવું
મિથુન : કેસુડાના રંગ સાથે વાદળી રંગ
કર્ક : આછા પીળા રંગમાં થોડું ગંગાજળ ઉમેરવું
સિંહ : ઘાટા લાલ રંગ સાથે કંકુ ઉમેરવું
કન્યા : આસમાની રંગ સાથે કોઈ અન્ય આછા રંગ
તુલા : મિશ્ર રંગો સાથે લાલ રંગનું સાદું પાણી ઉમેરવું
વૃશ્ચિક : લાલ, પીળો અને વાદળી રંગ સાથે કેસુડાનો રંગ
ધન : ચંદન જેવો પીળો રંગ સાથે પીળા રંગનાં પુષ્પો
મકર : કાચો કાળો રંગ કે વાદળિયો ઘાટો રંગ
કુંભ : તાવડી જેવા કાળા રંગ સાથે આંજણ
મીન : ઘાટા પીળા રંગ સાથે ઘાટા પીળા રંગનાં પુષ્પો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો