તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવધાન:ધુળેટી રમવામાં પ્રતિબંધ હોવા છતાં સોસાયટી-ફ્લેટોમાં ધૂમ ઉજવણી, યંગસ્ટર્સે જાહેર રોડ પર એકબીજાને રંગ લગાવ્યાં

​​​​​​​અમદાવાદ3 મહિનો પહેલા
  • ગાઈડલાઈનનો અમલ કરવા કોર્પોરેશન અને શહેર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે
  • જાહેર માર્ગો પર નિયમો તોડીને ધૂળેટી રમનારને પકડવામાં આવી રહ્યા છે

રાજ્યમાં કોરોનાના કેસો વધતા હોવાને ધ્યાનમાં રાખી સરકારે હોળી-ધુળેટી તહેવાર મનાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. લોકો એકબીજાને રંગ લાગવી નહિ શકે, જાહેરમાં કે ફ્લેટમાં ધુળેટી નહિં ઉજવી શકાય તેવા પોલીસના જાહેરનામું હોવા છતાં અનેક લોકો આજે અમદાવાદ શહેરમાં ધૂળેટીનો તહેવાર ઉજવ્યો હતો. અનેક સોસાયટી- ફ્લેટોમાં પણ લોકોએ ભેગા મળી તહેવારની ઉજવણી કરી હતી. સાથે જ રોડ પર યંગસ્ટર્સ એકબીજાને રંગ લગાવી ધૂળેટી રમતા જોવા મળ્યા છે.

સાથે જ રોડ પર યંગસ્ટર્સ એકબીજાને રંગ લગાવી ધૂળેટી રમતા જોવા મળ્યા
સાથે જ રોડ પર યંગસ્ટર્સ એકબીજાને રંગ લગાવી ધૂળેટી રમતા જોવા મળ્યા

રાજ્ય સહિત અમદાવાદમાં હવે કોરોના બેકાબુ બની જતાં સરકારે ધૂળેટીનો તહેવાર ઉજવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પોલીસ કમિશનરના જાહેરનામા અને AMCની ગાઈડલાઈનનો અમલ કરવા કોર્પોરેશન અને શહેર પોલીસ આજે શહેરમાં ધૂળેટીના તહેવાર ઉજવનાર કડક કાર્યવાહી કરવા સવારથી જ અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ માટે AMC અને JETની ટીમો નીકળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો દ્વારા એસજી હાઇવે પર કર્ણાવતી કલબ, જમાલપુર જગન્નાથ મંદિર, સ્વામિનારાયણ મંદિર, મણિનગર રામજી મંદિર, વસ્ત્રાપુર સુરેલ એપાર્ટમેન્ટ, ખોખરા કમલ સોસાયટી, પરિશ્રમ સોસાયટી વગેરેમાં ચેકિંગ શરૂ કર્યું હતું.

કોરોના સંક્રમણને કાબૂમાં લાવવા માટે આ વર્ષે પણ હોળી-ધૂળેટીના તહેવાર ઉજવવા પર પ્રતિબંધ છે. ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે, ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મોટી સોસાયટીઓમાં લોકો હોળી રમતાં પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરી અને ગટર તેમજ પાણીના કનેકશન કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે.

પોલીસ અને AMCની ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે
પોલીસ અને AMCની ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે

આજે પોલીસ અને AMCની ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે અને જે પણ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. અનેક મંદિરોમાં ગુલાલ અને રંગ સાથે હોળી રમી શકાશે નહી,તમામ મંદિરોને સુચનાઓ આપવામાં આવી છે. શહેરમાં આવેલી મોટી ક્લબ, પાર્ટી પ્લોટ, સમાજની વાડી, સ્વિમિંગ પૂલ સહિતના સ્થળોએ ઉજવણીના કાર્યક્રમો બંધ રહેશે.સોસાયટીઓમાં પણ ટોળા વળીને પાણી કે કલરથી કરાતી હોળીની ઉજવણી બંધ રાખવામાં આવી છે. સોશિયલ મીડીયા કે મીડિયાના માધ્યમથી જો લોકો હોળી ધૂળેટીનો તહેવાર ઉજવતાં ધ્યાને આવશે તો તેને આધાર ગણી અને કાર્યવાહી કરવામાં આવશે.

આ વર્ષે પણ હોળી-ધૂળેટીના તહેવાર ઉજવવા પર પ્રતિબંધ
આ વર્ષે પણ હોળી-ધૂળેટીના તહેવાર ઉજવવા પર પ્રતિબંધ

બે દિવસ શું-શું બંધ રહેશે?
તમામ ક્લબો સદંતર બંધ રહેશે.
તમામ સરકારી તેમજ પ્રાઈવેટ સ્વીમિંગ પૂલ બંધ રહેશે.
મોટી સોસાયટીઓ તેમજ બંગલાઓમાં ટોળે વળી પાણી કે કલરથી હોળી રમીને કરાતી ઉજવણી બંધ રાખવાની રહેશે.
તમામ પાર્ટી પ્લોટોમાં ઉજવણી બંધ રહેશે.
સમાજની વાડીમાં કરવામાં આલતાં ઉજવણીના કાર્યક્રમો બંધ રહેશે.
મોટા મંદિરો/હવેલીમાં ફુલ-કલરથી હોળી રમવાના ઉત્સવો બંધ રાખવાના રહેશે.
જાહેર રસ્તાઓ ઉપર હોળી રમી શકાશે નહીં. તેમજ જાહેર રસ્તા પર ટોળે વળીને પૈસા ઉધરાવાની પ્રવૃત્તિ કરી શકાશે નહીં.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

હોળી-ધૂળેટીની ઉજવણીને લઈને સરકારની માર્ગદર્શિકા
28 માર્ચ અને 29 માર્ચના રોજ હોળી તથા ધુળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. એવામાં સામાન્ય સંજોગોમાં હોળી-ધૂળેટીની ઉજવણીમાં સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકોના એકઠા થવાની સંભાવના છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા તહેવારની ઉજવણીને લઈને માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

હોળીદહનમાં નિયમોનું પાલન જરૂરી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હોળીની પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આ વિશે મુખ્યમંત્રી સાથેની કોર કમિટીની મીટિંગમાં નિર્ણય કરાયો હતો. ધાર્મિક ઉજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. પરંતુ હોળી રમવાની છૂટ આપવામાં નથી. મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ધાર્મિક રીતે હોળી દહનની મંજૂરી આપવામાં આવી છે. તેનું બધા પાલન કરશે.