તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિટ એન્ડ રન:એસ.પી.રિંગ રોડ પર હિટ એન્ડ રન, ડમ્પરચાલકે સ્કૂટરચાલકને કચડી માર્યો

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
યુવક ચાંગોદરની કંપનીમાંથી નોકરી પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યો હતો. - Divya Bhaskar
યુવક ચાંગોદરની કંપનીમાંથી નોકરી પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યો હતો.

એસપી રિંગ રોડ પર બનેલી હિટ એન્ડ રનની એક ઘટનામાં માતેલા સાંઢની જેમ પૂરઝડપે પસાર થઈ રહેલા ડમ્પરચાલકે સ્કૂટર સવાર યુવાનને કચડી માર્યો હતો. બોપલ ઓવરબ્રીજના છેડે બનેલી અકસ્માતની આ ઘટનામાં ડમ્પરચાલક ડમ્પર લઈને ભાગી જતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

કલોલના રકનપુરમાં રહેતા નિલેશ રામજીભાઈ પરમાર (ઉં. 45) ચાંગોદર ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. નિત્યક્રમ અનુસાર નિલેશભાઈ સ્કૂટર લઇને સવારે નોકરી ગયા હતા અને સાંજે ઘરે પરત ફરી રહ્યા હતા. નિલેશભાઈ બોપલ ઓવરબ્રિજ ક્રોસ કરીને છેડે પહોંચ્યા તે સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલા ડમ્પરે તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. જેથી નિલેશભાઈ સ્કૂટર પરથી રોડ ઉપર પડ્યા હતા. તેમ છતાં ડમ્પરચાલકે ડમ્પર નહીં રોકતા ડમ્પરનું ટાયર નિલેશભાઈના શરીર પરથી ફરી વળતાં તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતા એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ આવી પહોંચી હતી. આ અંગે પોલીસે નાસી છૂટેલા ડમ્પરચાલક વિરુદ્ધ અકસ્માત મોત અંગે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. જ્યારે બીજી બાજુ અકસ્માતમાં મૃત્યુ પામેલા નિલેશભાઈનો મૃતદેહ પોલીસે પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો