તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:અમદાવાદમાં BRTS રૂટમાં હિટ એન્ડ રન, રોડ ક્રોસ કરતા રિક્ષાચાલકના હાથ-પગ ભાંગી જતાં મોત નીપજ્યું

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે

CTM વિસ્તારમાં આવેલા BRTS રૂટમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ ક્રોસ કરતાં રિક્ષાચાલકને અજાણ્યાં વાહનચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યાં વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમરાઈવાડી મથુર માસ્તરની ચાલીમાં જીવણભાઈ સોલંકી (ઉ.વ.53) પરિવાર સાથે રહેતા હતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં હતા. શનિવારે સાંજે તેઓ રીક્ષા લઈ અને નીકળ્યા હતા. દરમ્યાનમાં CTM વિસ્તારમાં ચાર રસ્તા પાસે તેઓ BRTS બસ સ્ટેન્ડ પાસેથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે BRTS રૂટમાં એક અજાણ્યો વાહનચાલક બેફામ સ્પીડે આવ્યો હતો અને જીવણભાઈને અડફેટે લીધાં હતાં.

આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે હાથ અને પગ બંને ભાંગી ગયા હતા. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પુત્રએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...