અકસ્માતના સીસીટીવી:અમદાવાદ એરપોર્ટ પાસે હાંસોલમાં પૂરપાટ કારે મહિલાને ટક્કર મારતા હવામાં ફંગોળાઈ સામે આવતી કાર પર પટકાઈ, મોત

અમદાવાદ3 મહિનો પહેલા
  • અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો
  • કારચાલકની ભૂલના કારણે નિર્દોષ મહિલાએ જીવ ગુમાવ્યો

એરપોર્ટ પાસે આવેલા હાંસોલ રોડ પર પૂરપાટ ઝડપે આવતી એક કારચાલકે એક મહિલાને જોરદાર ટક્કર મારતા મહિલા 15 ફૂટથી વધારે અંતર સુધી હવામાં ફંગોળાઈ હતી. ત્યારબાદ નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. હાલ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે આ ઘટનાના ભયાનક સીસીટીવી સામે આવ્યા છે. મહિલાને ઉછાળીને કાર સામે આવતી એક કાર અને સ્કૂટરને પણ અડફેટે લીધા હતા.

મહિલાના માથાના ભાગે ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત
અમદાવાદના હાંસોલ વિસ્તારમાં અકસ્માતની ઘટના બનતા એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક પૂરપાટ ઝડપથી આવી રહેલી કારે રોડ પર ચાલી રહેલી મહિલાને અડફેટેમાં લીધી હતી. અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. કારચાલકે જ્યારે મહિલાને ટક્કર લગાવી ત્યારે મહિલા હવામાં ફંગોળાઈ ગઈ હતી અને જેના કારણે મહિલાના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.

મહિલાને ટક્કર માર્યા બાદ સામે આવતી કારને પણ અકસ્માત સર્જનાર કારે ટક્કર મારી હતી
મહિલાને ટક્કર માર્યા બાદ સામે આવતી કારને પણ અકસ્માત સર્જનાર કારે ટક્કર મારી હતી

કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો
આ અકસ્માતમાં કારચાલકએ મહિલાને ટક્કર લગાવ્યા બાદ સામેથી આવેલી એક બીજી કારને પણ ટક્કર મારી હતી. અકસ્માત બન્યા બાદ કારચાલક ઘટનાસ્થળે જ કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફુટેજમાં દેખાતા દ્રશ્ય પ્રમાણે એક કારચાલકે રોડ પર ચાલી રહેલી મહિલાને અડફેટેમાં લીધી અને ત્યારબાદ બીજી કારને ટક્કર મારી હતી. સીસીટીવી ફુટેજ પ્રમાણે કારચાલકે મહિલાને ટક્કર લગાવી ત્યારે મહિલા હવામાં ફંગોળાઈ ગઈ હતી.

રસ્તા પર ચાલતી મહિલાને પાછળથી કારે અડફેટે લીધી હતી
રસ્તા પર ચાલતી મહિલાને પાછળથી કારે અડફેટે લીધી હતી

કારચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આકસ્મિક ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. અને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને કારચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને કારચાલકની બેદરકારીના કારણે એક નિર્દોષ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.